🔥 TRENDING IMD Warns of Showers and Thunderstorms... IMD Forecasts Continued Rainfall Acros... Fire tender seen at Gujarat MLA's bung... Fact Check: Old Video Misrepresented a... Anand Mahindra's Rickshaw Video on UK... યુનાઈટેડવેનું ગરબા કાર્યક્રમ: અતુલ દાદ...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિષય: મહેમદાવાદ તાલુકામાં ખેતરોમાં રાત્રિના સમયે બોરવેલની કેબલ વાયર ચોરી વધતા ખેડૂતોમાં ફફડાટ, જાગૂત રહેવા અપીલ

✍️ Reporter: ખાંટ મનુભાઈ 🗓 07 Oct 2026, 06:24 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
---

*પ્રેસ નોટ*

*વિષય: મહેમદાવાદ તાલુકામાં ખેતરોમાં રાત્રિના સમયે બોરવેલની કેબલ-વાયર ચોરી વધતા ખેડૂતોમાં ફફડાટ, જાગૃત રહેવા અપીલ*

મહેમદાવાદ તા.

મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે ખેતરોમાં આવેલા બોરવેલના સ્ટાર્ટર, કેબલ, વાયર અને મોટરના વાયરોની ચોરીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ખેડૂતોએ દિવસ-રાત મહેનત કરીને ઉભા કરેલા બોરવેલમાંથી અજાણ્યા ઈસમો રાતના અંધારાનો લાભ લઈને હજારો રૂપિયાના કોપર વાયર કાપીને લઈ જાય છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈમાં ભારે હાલાકી અને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.

આ બાબતે તમામ ખેડૂત ભાઈઓને અને ગ્રામજનોને જાગૃત રહેવા અને નીચે મુજબ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવે છે.

*જાગૃતતા માટે શું કરવું:*
1. રાત્રિના સમયે ખેતરની આસપાસ અજાણ્યા વાહનો કે વ્યક્તિઓ દેખાય તો તાત્કાલિક ધ્યાન રાખવું.
2. બને ત્યાં સુધી બોરવેલના સ્ટાર્ટર રૂમને તાળું મારીને રાખવું અને શક્ય હોય તો CCTV કેમેરા લગાવવા
3. ગામમાં રાત્રિ ચોકીદારી અને વોચ રાખવી.


*તાત્કાલિક મદદ માટે 112 ડાયલ કરો:*
ગુજરાત પોલીસ દ્વારા જાહેર જનતાની સુરક્ષા માટે *ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 112* શરૂ કરવામાં આવ્યો છે. આ એક જ નંબર પર પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની મદદ મળી રહે છે.

જો આપના ખેતરમાં અથવા ગામમાં કોઈ ચોરીની ઘટના બને અથવા શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક મોબાઈલ પરથી *112* પર કોલ કરો. કોલ કરતાની સાથે જ તમારું લોકેશન પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી જાય છે અને નજીકની PCR વાન તાત્કાલિક મદદ માટે પહોંચી જાય છે. આ સેવા *24 કલાક અને તદ્દન મફત* છે.

તમામ ખેડૂતોને વિનંતી કે નુકસાન સહન ન કરતા, તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવે અને 112 ની મદદ લે.
📲Get App