🔥 TRENDING Ugrant missing persons Alert/emergency... Rahul Gandhi Climbs Barricade Holding... MSN Publishes New Article on Mountain... IMD Issues Thunderstorm Alert for Delh... IMD Forecasts Rain Over Delhi This Wee... Doctored Video of Sanjay Dutt Criticiz...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જાફરાબાદ વિસ્તારના ખેડૂત ખાતેદારો દ્વારા રાજુલા નાયબ કાર્યપાલક ઇજનેર

જાફરાબાદ વિસ્તારના ખેડૂત ખાતેદારો દ્વારા રાજુલા નાયબ કાર્યપાલક ઇજનેર

✍️ Reporter: Anil Vaghela 🗓 07 Oct 2026, 06:48 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જાફરાબાદ વિસ્તારના ખેડૂત ખાતેદારો દ્વારા રાજુલા નાયબ કાર્યપાલક ઇજનેર ને આવેદનપત્ર આપવામાં આવ્યું : જાફરાબાદ ખેડૂતો ની જમીન ફોર લેનીગ રોડ માં જતી હોય તે માટે ખેડૂતો દ્વારા ધારદાર મૌખિક રજૂઆતો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું

જાફરાબાદ થી બાબરકોટ ના પાડીયા સુધી ના ખેડૂત ખાતેદારો ના ખેતર ની જમીન હાલમાં બનતો ફોરલેનીગ રોડ કપાતમાં જતો હોય પરંતુ ખેડૂત ખાતેદારો ને કોઈ પણ વરતર આપ્યા વિના ખોટી રીતે નોટિસ ફટકારી કોન્ટ્રાકટર ના માણસો બીન અધિકૃત ખેડૂતો ની જમીન માં પ્રવેશ કરી કામગીરી કરતા જાફરાબાદ થી બાબરકોટ પાટીયા સુધી ના ખેડૂત ખાતેદારો દ્વારા રાજુલા ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરને ધારદાર મૌખિક રજૂઆતો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર માં જણાવેલ કે

ચારનાળા જાફરાબાદ ફોર-લેનીંગ રોડમાં અમારી ખેતીની જમીન વગર વળતરે કપાત કરવાની કામગીરી થવાની હોઈ જે બાબતે તમોએ આપેલ તારીખ ૧૬/૦૯/૨૦૨૬ની નોટીસનો વાંધા જવાબ.

મહે. સાહેબ,

સવિનય, અમો અરજદારોની માનસર અરજ છે કે,

જાફરાબાદ તાલુકાના મોજે મિતિયાળા ગામના ખેતીની જમીનના ખાતેદાર છીએ અને અમારી ખેતીની જમીન તે રાજુલા-જાફરાબાદ રોડની બન્ને બાજુએ આવેલ છે. હાલના રોડને અડીને બન્ને બાજુથી આ ફોર લેન રોડ બનાવવા માટે હાલના કબજાધારકને નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી દવારા અલગ અસંગ નોટીસો આપી અમોને દબાણકર્તા-અનધિકૃત કબજેદારો ગણીને ગેરકાયદેસરની નોટીઓ આપવામાં આવી રહેલ છે.

નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી-રાજુલા તરફથી આપવામાં આવી રહેલી નોટીસોમાં કોઈ સર્વે નંબરોનો ઉલ્લેખ નથી કે આ ફોર લેન રોડમાં કેટલી જમીન કપાય છે ? તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી. જેથી આવી નોટીસો કાયદેસરની ગણાય નહી, તેમ છતાં આવી ગેરકાયદેસરની નોટીસો આપવામાં આવી રહેલ છે.

આપની નોટીસોમાં આપે જણાવેલ છે કે. અમો તમામ અરજડરોએ આપની કંઈ અને કેટલી જગ્યામાં મેકાવદેસર દબાવા કરેલ છે તેનો ઉલ્લેખ કરેલ નથી અને આપની મોટીસોમાઁ અમારી જમીનોનો કોઈ સર્વે નંબરનો ઉલ્લેખ કરેલ નથી જેથી અમોએ કવા મને નંબરમાં દબાણ કરેલ છે ? તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરેલ નથી જેથી પણ આપની નોટીસ ગેરકાયદેસરની છે.

આપની નોટીસોમાં અમોએ કેટલા ક્ષેત્રફળનું ગેરકાયદેસર દબાણ કરેલ છે? તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરેલ ન હોય જેથી પણ આપની નોટીસો ગેરકાયદેસરની છે.

આપની નોટીસોમાં આપની કચેરી આ રોડની કેટલી પહોળાઈ સુધીના કાયદેસરની માલિકી ધરાવે છે? તે બાબતનો પણ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરેલ ન હોય, જેથી પણ આપની નોટીમ ગેરકાયદેસરની છે.

રોડ ફોર લેન બનતો હોઈ તો તે રાજયના વિકાસ માટે અને જાહેર હિત માટે સારી વાત છે. પરંતુ કાયદાનું ઉલ્લંઘન કરીને અને કાયદા વિરૂધ્ધ જે કામગીરી કરવામાં આવે તો તે ગેરકાયદેસર કાર્યવાહી કહેવાય અને આવી કાર્યવાહી જાહેર જનતાને તેના મિલ્કત ધારણ કરવાના અને તેની મિલ્કતને જાળવવાના બંધારણીય હકક નું ખુલ્લુ ઉલ્લંઘન ગણવામાં આવે છે.

દેશના કે રાજયના વિકાસ માટે જમીન ધારકોની જમીન કપાત કરવાની હોઈ તો તેના માટે અંગ્રેજોના શાસનકાળમાં પણ તેઓએ ઈ.સ. ૧૮૯૪ માં "જમીન સંપાદન અધિનિયમ" બનાવેલ હતો. અને તે મુજબ જમીનધારકોને વળતર આપીને જાહેર હિત માટે જમીન સંપાદન કરવામાં આવતી હતી. તેમજ આ કાયદામાં સને ૨૦૧૩માં નવેસરથી સુધારો કરવામાં આવેલ છે અને તે મુજબ જ કાર્યવાહી કરવાની થાય છે.

કોઈપણ ખાતેદારોની ખેતી અથવા બિનખેતીની જમીન કપાત કરવાની કાર્યવાહી કરવાની હોઈ તો, તેના માટે પ્રથમ જમીનનો પ્રારંભિક સર્વે નંબર નક્કી કરી, ત્યારબાદ પ્રાથમિક જાહેરનામું બહાર પાડવાનું હોય છે ત્યારબાદ આખરી જાહેરનામું બહાર પાડવાનું હોય છે. જેમાં સર્વે નબંરો તથા કપાત થનાર ક્ષેત્ર ફળનો ઉલ્લેખ કરવાનો હોય છે. ત્યારબાદ રાજ્યમાં વધુ ફેલાઓ ધરાવતા છાપામાં જાહેરાત આપવાની હોય છે

જેમાં એક છાપુ સ્થાનિક ભાષાનુ હોવું જોઈએ. ત્યારબાદ જાહેર જનતા કે જેને ભવિષ્યમાં અસર થવાની છે. તેઓ પાસેથી વાંધા મંગાવવાના હોઈ છે. આ વાંધા ઓની સુનાવણી કરીને આખરી નિર્ણય લેવાનો હોઈ છે અને જમીનનું વળતર એટલે કે એવોર્ડ જાહેર કરીને જમીન માલિકોને વળતરની ચુકવણી કર્યા બાદ જ જે તે જમીનનો કબજો લેવાનો રહે છે અને તે રીતે ખેડુત પોતાની જમીનનું યોગ્ય વળતર આપવામાં આવે છે. પરંતુ હાલમાં આવી કોઈપણ પ્રક્રિયા કર્યા વિના ગેરકાયદેસરની નોટીસો આપીને ગરીબ ખેડુતોની જમીનો માત્ર નોટીસો આપીને ખુલ્લી કરવાની કામગીરી કરવામાં આવી રહેલ છે જે કાયદા વિરૂધ્ધનું કૃત્ય છે.

અમોએ કોઈ દબાણ કરેલ ન હોવા છતાં હાલમાં કોઈ અજાણ્યા માણસો અથવા કોન્ટ્રાકટરો દ્વારા પણ જમીન ધારકોને ખોટી રીતે ધમકાવવા માં આવી કહેલ છે. અને ગેરકાયદેસરનો કબજો લેવાના પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. જે લોકશાહી દેશ માટે શરમજનક બાબત છે.

આપ સાહેબ જવાબદાર અધિકારી હોઈ જેથી અમો આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે, ચાર નાળા થી જાફરાબાદ સુધીના ફોરલેનીગ બનાવવા માટે જે જમીન કપાવવાની સંભાવના છે. તેવા ખેડુતોને યોગ્ય વળતર આપીને જ આગળની કાર્યવાહી કરવી અન્યથા ખેડૂતોને એક જુથ થઈને સરકારશ્રીના આવા અન્યાયકારી વલણ સામે સંઘર્ષ કરવાની તા-છુટકે કરજ પડશે અને યોગ્ય ન્યાય મેળવવા નામદાર ગુજરાત હાઈકોર્ટ અને જરૂર પડશે નામદાર સુપ્રિમ કોર્ટમાં પણ ન્યાય મેળવવા ધા નાખવાની ફરજ પડશે આ બાબતને લઈને જે કાંઈ નુકશાન જશે તેની જવાબદારી તમામ જવાબદાર અધિકારીઓ શ્રી ની રહેશે જેની ગંભીર નોંધ લઈ આગળની કાર્યવાહી કરવા માનસર અરજ છે તેમજ અમો તમામ ખેડુત ખાતેદારો નો આ પ્રશ્ન સરકારશ્રી સુધી પહોંચાડવો અને અમોને અમારી જમીનોનો યોગ્ય વળતર અપાવવા પ્રયત્ન કરશો તેવી તમામ ખેડૂત ખાતેદારો ની ધારદાર મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી
📲Get App