Education
સાવરકુંડલાની શ્રી જે.વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ જિલ્લા કલાની સ્પર્ધામાં મેળવ્યું શ્રેષ્ઠ સ્થાન
અમરેલીના બાળ વિજ્ઞાન ભવન દ્વારા યોજાયેલી જિલ્લા કલાની નાટક અને રંગોળી સ્પર્ધામાં સાવરકુંડલાની શ્રી જે.વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
સાવરકુંડલા, તા. ૦૯ - સાવરકુંડલાની શ્રી જે.વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ જિલ્લા કલાની નાટક અને રંગોળી સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની કળા અને પ્રતિભાવનું સારું પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું છે.
‘વિકસિત ભારત’ અંતર્ગત બાળ વિજ્ઞાન ભવન અમરેલી દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ‘દરિયાઈ પ્રદૂષણ’ વિષય પર નાટક રજૂ કર્યું હતું. આ ઉપરાંત, રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થી બગડા સજલે પણ ઉત્કૃષ્ટ રજૂઆત કરી હતી, જે દર્શકો તરફથી પ્રશંસાપાત્ર રહી હતી.
સ્પર્ધામાં ભાગ લેતાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અપાયા હતા. શાળાના શિક્ષકો નીતિનભાઈ સાવજ અને હિતેશભાઈ સોઢીયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. શાળા પરિવારે વિદ્યાર્થીઓના આ સિદ્ધિપ્રાપ્તિ પર અભિનંદન પાઠવ્યાં હતાં.