🔥 TRENDING Manipur Police Arrest Two PLA Militant... Manipur Police Seize Over 8,300 Bottle... Three arrested in Manipur for extortio... Meghalaya CM: No resolution on Block I... Two Kidney Transplants Successfully Co... Tripura Police Seize 340 kg Ganja Wort...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજકોટમાં ચલાલાની પરિણીતાએ સાસરિયા પર સિતમનો આરોપ, પોલીસે ફરિયાદ નોંધી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 07 Oct 2026, 11:48 AM 👁 22
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચલાલાની રહેવાસી કિન્જલબેને રાજકોટમાં રહેતા પતિ અને સાસરિયા પર શારીરિક તથા માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. લગ્નના ૧૦ દિવસ બાદથી સતત ઘરકામ બાબતે ત્રાસ આપવામાં આવ્યો હોવાનો તેમનો દાવો છે.

ચલાલાની રહેવાસી પરિણીતાએ રાજકોટમાં રહેતા પતિ અને સાસરિયા પર સિતમ ગુજારવાનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે કિન્જલબેન સિધ્ધાર્થભાઈ સરવૈયા (ઉંમર ૩૧ વર્ષ)એ રાજકોટમાં રહેતા પતિ સિધ્ધાર્થભાઈ રસીકભાઈ સરવૈયા, સાસુ પ્રભાબેન રસીકભાઈ સરવૈયા, જેઠ વિવેકભાઈ રસીકભાઈ સરવૈયા અને જેઠાણી અંજલીબેન વિવેકભાઈ સરવૈયા સામે ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદકારીના લગ્ન તા. ૧૩/૦૨/૨૦૨૫ ના રોજ થયા હતા. તેમના લગ્નના માત્ર ૧૦ દિવસ બાદથી, એટલે કે તા. ૨૩/૦૨/૨૦૨૫ થી લઈને તા. ૦૫/૦૯/૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પતિ, સાસુ તથા જેઠ-જેઠાણીએ અવાર-નવાર ઘરકામ બાબતે માથાકૂટ કરી હતી. આ દરમિયાન તેમને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આરોપ છે.

આ બનાવ અંગે ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ખોડાભાઈ બગડાએ મામલો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App