🔥 TRENDING India's Census 2027: Self-enumeration... Tripura Sundari Temple to Host Diwali... Haryana Road Transport Corp to Deploy... Tripura to Hold Civic Polls on Novembe... Six Feared Dead as Helicopter Crashes... India's Census 2027 Fieldwork to Run J...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગર મહાનગરપાલિકાની મતદાર યાદીમાં ગંભીર છબરડો: વચ્ચે બે મતદારોના નામ અન્ય ભાષાની લિપિમાં
Politics

ગાંધીનગર મહાનગરપાલિકાની મતદાર યાદીમાં ગંભીર છબરડો: વચ્ચે બે મતદારોના નામ અન્ય ભાષાની લિપિમાં

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 06 Oct 2026, 04:10 PM 👁 53
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયાર કરવામાં આવેલી મતદાર યાદીમાં ગંભીર ભૂલ સામે આવી છે. વોર્ડ નં. 8ની યાદીમાં બે મતદારોના નામ ગુજરાતીને બદલે દક્ષિણ ભારતીય ભાષાની લિપિમાં દર્શાવવામાં આવ્યા છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયાર કરવામાં આવેલી મતદાર યાદીમાં ગંભીર છબરડો સામે આવ્યો છે. વોર્ડ નં. 8ની મતદાર યાદીના વિભાગ નં. 6/36 માં મતદાર ક્રમાંક 717 અને 718ના મતદારોના નામ ગુજરાતી ભાષાને બદલે અન્ય દક્ષિણ ભારતીય ભાષાની લિપિમાં દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મતદાર યાદીનું આખું પાનું ગુજરાતીમાં છે, પરંતુ તેની વચ્ચે માત્ર બે મતદારોના નામ અચાનક બીજી ભાષાની લિપિમાં કેવી રીતે આવી ગયા? આ માત્ર ટાઇપિંગની સામાન્ય ભૂલ કહીને અવગણી શકાય તેવી બાબત નથી. મતદાર યાદી ચૂંટણી પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ આધાર છે અને તેમાં આવી વિસંગતિ જોવા મળે તો યાદી તૈયાર કરવાની તથા તેની ચકાસણી કરવાની સમગ્ર પ્રક્રિયા સામે સ્વાભાવિક રીતે પ્રશ્નો ઊભા થાય છે.

આ મામલે ચૂંટણી પંચ દ્વારા લેવાયેલી કાર્યવાહી અંગેની વિગતો હજુ સુધી સ્પષ્ટ થઈ નથી, પરંતુ મતદારોમાં ચિંતા ફેલાઈ છે.
📲Get App