🔥 TRENDING आशा संगिनी महिलाओं ने जैथरा स्वास्थ्य... સુરતમાં ‘સેવા જ્યોતિ યાત્રા’નું આરંભ,... હિંમતનગરમાં સેવા સેતુ કેમ્પ, ધારાસભ્ય... વડોદરા ACB દ્વારા સફળ ટ્રેપ: સ્વચ્છ ભા... मुख्यमंत्री योगी आदित्यनाथ से मुलाकात... Three students injured as plaster ceil...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતના સ્પા સેન્ટરમાં ગર્ભવતી મહિલાની પ્રાઇવેસીનું અપમાન, અજાણ્યા પુરુષે રૂમમાં ઘૂસ કરીને જોયા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 06 Oct 2026, 10:07 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના કલ્પ બિઝનેસ સેન્ટરમાં આવેલા એક સ્પા સેન્ટરમાં ગર્ભવતી મહિલાના મસાજ સેશન દરમિયાન અજાણ્યા પુરુષે રૂમમાં ઘૂસ કરીને તેને જોતાં મોટો વિવાદ સર્જાયો છે. આ મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે.

સુરતના પોશ ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં કલ્પ બિઝનેસ સેન્ટર ખાતે આવેલા જાણીતા 'એમેથીસ્ટ વેલનેસ એન્ડ સ્પા' સેન્ટરમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 4 મહિનાની ગર્ભવતી મહિલાએ સારા ઓનલાઇન રિવ્યુ જોઈને અહીં ફિઝિયોથેરાપી અને મસાજ સેશન બુક કરાવ્યું હતું. સેન્ટર દ્વારા માત્ર મહિલા સ્ટાફ જ સેવા આપશે તેવી સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હોવા છતાં, સેશન દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતાં મોટો વિવાદ સર્જાયો હતો. આ મામલો જોતજોતામાં ઉગ્ર બનતાં ઉમરા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ગુના નોંધવામાં આવ્યા છે.

થેરાપી સેશન વચ્ચે અજાણ્યો પુરુષ રૂમમાં ઘૂસી જતાં મહિલા હેબતાઈ ગઈ. પીડિત મહિલાના જણાવ્યા મુજબ, તેનું મસાજ સેશન શરૂ થયાના આશરે 10થી 15 મિનિટ બાદ તેને રૂમમાં કોઈની હાજરી અને અવાજનો અહેસાસ થયો હતો. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે આગળ રિસેપ્શનિસ્ટ મહિલા સાથે એક અજાણ્યો યુવક ઊભો રહીને તેને સતત જોઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ મહિલા હેબતાઈ ગઈ હતી અને પોતાની પ્રાઇવેસી જોખમાતાં તેણે તાત્કાલિક જોરથી બૂમાબૂમ કરી દીધી હતી.

મહિલાએ વિરોધ કરતાં જ બંને વ્યક્તિઓ તરત જ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જેના પગલે મહિલાએ અંદરથી રૂમ લોક કરીને કપડાં બદલી લીધા હતા. આ ઘટના બાદ સેન્ટર અને ગ્રાહક વચ્ચે તોફાન ઊઠ્યું હતું, જેના કારણે બંને પક્ષે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
📲Get App