अपराध
વાંસદા તાલુકાના ભીનાર ગામમાં ત્રણ વર્ષીય બાળક ને દીપડો ઉઠાવી જતા અફરાતફરી નો માહોલ.
નવસારીના વાંસદા તાલુકાના ભીનાર ગામમાં ત્રણ વર્ષીય ના બાળકને ઉઠાવી જતા વનવિભાગે સર્ચ અભિયાન શરૂ કર્યું.
નવસારી જિલ્લો, વાંસદા તાલુકા, ભીનાર ગામના કુંભાર ફળિયામાં રાત્રે આશરે 8:30 વાગ્યે કરૂણ ઘટના સામે આવી હતી.ઘટના ની વિસ્તૃત માહિતી આ મુજબ છે.ત્રણ વર્ષીય બાળક ને માતા કુદરતી હાજતે બેસાડી ને સફાઈ માટે ગયી હતી તે દરમિયાન પળવારમાં જંગલમાંથી દીપડા એ ત્રાટકી ને બાળક ને ઉઠાવી ગયો હતો.
આ ઘટના ની જાણ થતાં જ ગ્રામજનો અને વન વિભાગ ની ટીમ દ્વારા સંયુક્ત શોધ ખોડ શરૂ કરવામાં આવી હતી.રાત્રે અંધારા માં ટાયર સળગાવી તપાસ કરતા 3 કલાક ની મેહનત બાદ બાળક નો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો.બાળક નો મૃતદેહ જોઈ માતા અત્યંત કલ્પાન કરવા માંડી હતી.
ભીનર અને આજુબાજુના વિસ્તારોમાં રહેવાસીઓમાં ભય અને ચિંતા ફેલાઈ છે.અધિકારીઓએ સ્થાનિક લોકોને સાવચેત રહેવા વિનંતી કરી છે. વનવિભાગ દ્વારા પરિવાર ને સરકાર શ્રી દ્વારા મળવા પાત્ર નાણાંકીય સહાય વહેલી તકે પહોંચાડવા ની બાહેધરી આપી હતી.તેમજ માનવ ભક્ષી દીપડા ને પાંજરે પુરવા માટે તાત્કાલિક 4 ટીમો ની રચના કરવામાં આવી હતી.