🔥 TRENDING Vi Announces OTT Releases Scheduled fo... Prashanth Neel Unveils 418 Hindi Trail... Producer of Mahakavya Shri Ramayan Kat... Rajinikanth's 'Jailer 2' Trailer Unvei... Khera claims drugs and casinos are thr... No garbage bins installed along Benaul...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બજરંગદળ, અમદાવાદ વિષય: રામોલ પોલીસ સ્ટેશનની સમગ્ર કાર્યવાહી અંગે નિષ્પક્ષ તપાસની માંગ

✍️ Reporter: Ketankumar N Bhatt 🗓 06 Oct 2026, 01:28 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રામોલ પોલીસ સ્ટેશન ખાતે યુવતીની ફરિયાદ બાદ સામસામે ફરિયાદ નોંધાવવાના મામલે સવાલો ઉઠ્યા છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની બજરંગદળ દ્વારા માંગ કરવામાં આવી છે

આજે રામોલ પોલીસ સ્ટેશન ખાતે એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક દ્વારા વારંવાર હેરાન કરવામાં આવતી હોવાના મામલે હિન્દુ યુવતી પોતાના પરિવાર સાથે ફરિયાદ (FIR) નોંધાવવા માટે ગઈ હતી.

પરંતુ યુવતીની ફરિયાદ નોંધાવા સાથે જ મુસ્લિમ યુવક દ્વારા પણ યુવતી વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી અને પોલીસ દ્વારા તે ફરિયાદ પણ સ્વીકારી લેવામાં આવી.

અમારો પ્રશ્ન એ છે કે જો યુવતીને સતત હેરાન કરવામાં આવી રહી હતી, તો તેની સામે જ સામસામે કેસ કયા આધારે નોંધવામાં આવ્યો?

વધુમાં, યુવતીના પિતા હાજર ન હોવા છતાં તેમને સીધા પોલીસ લોકઅપમાં રાખવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી છે. આ બાબતે યોગ્ય પ્રક્રિયા અને કાયદેસર કારણ અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે.

આ સમગ્ર મામલાની જાણ થતાં બજરંગદળના કાર્યકર્તાઓ યુવતી અને તેના પરિવારના સમર્થનમાં રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ ત્યાં હાજર કાર્યકર્તાઓ સાથે ધક્કામુક્કી કરવામાં આવી, ગાળો આપવામાં આવી અને તેમને બહાર કાઢવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.

બજરંગદળ કાયદો હાથમાં લેવાના પક્ષમાં નથી. અમારી માંગ છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, યુવતીની ફરિયાદ અને તેની સામે નોંધાયેલી ફરિયાદ બંનેની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે અને જો કોઈ પોલીસ અધિકારી અથવા અન્ય વ્યક્તિ દ્વારા કાયદેસરની પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું હોય તો તેની સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

ન્યાય સૌ માટે સમાન હોવો જોઈએ અને કોઈપણ યુવતીને હેરાનગતિનો ભોગ બનવું ન પડે તે માટે યોગ્ય કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
📲Get App