🔥 TRENDING દહેજમાં OPAL કંપની સામે અંભેટા ગામના લ... સુરતમાં મહેસૂલ તંત્રના ૫૦૦ કર્મચારીઓએ... Delhi Mayor's '5-Star' MCD Kitchen Cla... Supreme Court cancels informal meeting... Court Orders Delhi Police to Probe Sex... Delhi Police Arrest Five in Rs 19.50 L...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરાના કમાટીબાગમાં સ્ટીલની રચનાઓ સામે મોર્નિંગ વોકર્સનું વિરોધ આંદોલન
Local

વડોદરાના કમાટીબાગમાં સ્ટીલની રચનાઓ સામે મોર્નિંગ વોકર્સનું વિરોધ આંદોલન

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 06 Oct 2026, 07:12 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોર્નિંગ વોકર્સ અને જાગો વડોદરા દ્વારા કમાટીબાગમાં ચાલતા સ્ટીલ અને કંક્રીટ બાંધકામને રોકવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી અને કામગીરી ન બંધ થાય તો આંદોલન કરવાની ધમકી આપી.

વડોદરા, ૦૬-૧૦-૨૦૨૬ – શહેરના ઐતિહાસિક કમાટીબાગમાં સ્ટીલ અને કંક્રીટની રચનાઓ દ્વારા ખુલ્લી જમીન અને હરિયાળી ઘટી રહી છે, એ બાબતે મોર્નિંગ વોકર્સ અને જાગો વડોદરા દ્વારા મ્યુનિસિપલ કમિશનર, પુરાતત્વ વિભાગ અને મ્યુઝિયમના સત્તાધીશો ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવાયું છે કે મ્યુઝિયમ સામે ઊભા કરવામાં આવતા સ્તંભ અને ફાઉન્ડેશન કમાટીબાગનું ઐતિહાસિક સ્વરૂપ જોખમમાં મૂકી રહ્યા છે. છેલ્લા ચારથી પાંચ વર્ષમાં વિવિધ પ્રોજેક્ટ્સના નામે સ્ટીલ અને અન્ય માળખાઓ બગીચાની ખુલ્લી જમીન અને હરિયાળી ઘટાડવામાં મુખ્ય કારણ બની છે.

મોર્નિંગ વોકર્સે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક આ બાંધકામની કામગીરી બંધ ન કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને આની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

વિરોધની તીવ્રતા વધતા, સંબંધિત અધિકારીઓએ સેવા સર્કલની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

રિપોર્ટ: કુંતલભાઈ ચોકસી, વડોદરા ડિસ્ટ્રિક્ટ પ્રેસ મીડિયા રિપોર્ટર, NEED 24 NEWS, મો: 9173396533
📲Get App