🔥 ट्रेंडिंग इंदौर के पुलिस प्रशिक्षण महाविद्यालय म... બનાસકાંઠામાં ફોરેસ્ટ અને પોલીસ ટીમ પર... मुख्यमंत्री योगी आदित्यनाथ ने मेरठ‑हरि... કરજુન ગામમાં પાક પાકી ગયો, ખેડૂતોને વર... হুগলি জেলায় ক্যারিয়ার কাউন্সেলিং সেশন... रावण: आधिकारिक ट्रेलर जारी, नई महाकाव्...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરત મેટ્રોમાં 'ડાયમંડ કટ' થીમેટિક ઇન્ટિરિયર: દેશમાં પ્રથમ વખત મુસાફરોને મળશે હીરાનગરીનો અહેસાસ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 06 अक्टू. 2026, 04:38 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ અને ગાંધીનગર પછી હવે સુરતમાં મેટ્રો દોડવા તૈયાર છે. દેશમાં પ્રથમ વખત મેટ્રો બોગીઓમાં હીરાના કટ્સ પર આધારિત થીમેટિક ઇન્ટિરિયર મુકવામાં આવ્યું છે, જે મુસાફરોને શહેરની હીરા ઉદ્યોગની ઓળખનો અહેસાસ કરાવશે.

ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર પછી હવે સુરતમાં મેટ્રો દોડવા તૈયાર છે. મેટ્રોના બોગીઓના અંદરના ઈન્ટિરિયરનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જેમાં હીરાના વિવિધ કટ્સ પર આધારિત ડિઝાઈન કરવામાં આવી છે. આ ડાયમંડ કટ્સ આધારિત થીમેટિક ઇન્ટિરિયર સાથે દેશની અનોખી મેટ્રો સુરતને મળવાની છે, જે મુસાફરોને બોગીમાં બેસતાં જ હીરાનગરીનો અહેસાસ કરાવશે.

તાપી નદીના પવિત્ર તટ પર વસેલા સુરત શહેરનો પરિવહન ઇતિહાસ સદીઓ જૂનો રહ્યો છે. એક જમાનામાં જળમાર્ગો, બગ્ગી અને ઘોડાગાડી સુરતની ઓળખ હતા, પરંતુ સમય જતાં ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગના પ્રચંડ વિકાસ સાથે ઓટોરિક્ષા તથા સ્થાનિક બસ સેવાઓ શરૂ થઈ. ત્યારબાદ 'બ્રિજ સિટી' તરીકે દેશભરમાં ખ્યાતિ પામેલા સુરતે વિશાળ BRTS નેટવર્ક ઊભું કર્યું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સુરતમાં દેશની સૌથી આધુનિક મેટ્રો ટ્રેન દોડવા જઈ રહી છે, જે શહેરના અર્બન ટ્રાન્સફોર્મેશનને નવી વૈશ્વિક ઊંચાઈ આપશે.

શહેરની વૈશ્વિક ઓળખ સમા હીરા ઉદ્યોગની ઝલક મુસાફરોને મેટ્રોમાં પ્રવેશતાં જ મળશે. મેટ્રો ટ્રેનની અંદર સિલિંગ અને એલિવેશનમાં હીરાના વિવિધ આકર્ષક કટ્સ અને 'ડાયમંડ ફેસિટ્સ'ની કલાત્મક ડિઝાઈન કંડારવામાં આવી છે. ભારતભરમાં કોઈપણ મેટ્રો પ્રોજેક્ટમાં આ પ્રકારનું થીમેટિક ડાયમંડ ઈન્ટિરિયર પ્રથમ વખત સાકાર થઈ રહ્યું છે, જે મુસાફરી દરમિયાન મુસાફરોને રત્નનગરીના અનોખા વૈભવનો અહેસાસ કરાવશે.
📲Get App