વડોદરામાં વકીલોની હડતાળ અચોક્કસ મુદત સુધી લંબાઈ, હાઈકોર્ટ બાર એસોસિયેશન પણ જોડશે
ગુજરાત ભાડા કરાર અધિનિયમ-૨૦૨૬ વિરોધે બરોડા બાર એસોસિયેશન દ્વારા હડતાળ અચોક્કસ મુદત સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારે હાઈકોર્ટ બાર એસોસિયેશન પણ હડતાળમાં ભાગ લેશે અને વકીલો દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ પણ યોજાશે.
વડોદરા, તા. ૦૬-૧૦-૨૦૨૬ : ગુજરાત ભાડા કરાર અધિનિયમ-૨૦૨૬ના વિરોધમાં બરોડા બાર એસોસિયેશન દ્વારા શરૂ કરવામાં આવેલી હડતાળ હવે અચોક્કસ મુદત સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આ બિલ પરત ન ખેંચે અને ગુજરાત બાર કાઉન્સિલ આદેશ ન આપે ત્યાં સુધી વડોદરા વકીલ મંડળનું આંદોલન ચાલુ રહેશે. આ ઉપરાંત, મંગળવારે વકીલો દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ પણ રખાશે.
વડોદરા વકીલ મંડળે અગાઉ ૩ ઓક્ટોબર સુધી આંદોલન જાહેર કર્યું હતું. દરમિયાન ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટાયેલા પ્રતિનિધિઓની વર્ચ્યુઅલ બેઠકમાં આંદોલન ચાલુ રાખવાનો આદેશ અપાયો હતો. વકીલોની મુખ્ય માગ છે કે, સરકાર આ બિલ તાત્કાલિક પરત ખેંચે અને રેન્ટ એક્ટ હેઠળના તમામ કેસો સ્મોલકોઝ કોર્ટને જ સોંપતો પરિપત્ર બહાર પાડે. સરકારી કમિટી રચવાની વાત માત્ર આશ્વાસન સમાન હોવાથી નક્કર પરિણામ વિના સમાધાન શક્ય નથી, એવું વકીલોનું કહેવું છે.
હાઈકોર્ટ બાર એસોસિયેશને મંગળવારે હડતાળ જાહેર કરી છે. ગુજરાત બાર કાઉન્સિલ અને હાઈકોર્ટ બાર સાથે આંદોલન પરત ખેંચવા અંગે નિર્ણય લેશે. તે પછી વડોદરા વકીલ મંડળ હડતાળ અંગે નિર્ણય કરશે. બરોડા બાર એસો.ના પ્રમુખનું કહેવું છે કે, ગુજરાત બાર કાઉન્સિલના આંદોલન પાછું ન ખેંચે ત્યાં સુધી બરોડા વકીલ મંડળનું આંદોલન ચાલુ રહેશે.