🔥 TRENDING Masked intruder slashes teen girl's th... Haryana Open School Announces October... Chhattisgarh Village Passes Resolution... Chhattisgarh restaurant staff wash dis... Viral video shows staff at New Delhi S... Punjab Government Appeals to Supreme C...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વૌવા ખાતે પ.પૂ. સંતશ્રી બ્રહ્મલીન રણછોડગીરી બાપુની ૪૧૮મી પુણ્યતિથિ નિમિત્તે સોળસી ભંડારાનું ભવ્ય આયોજન

વૌવા ખાતે પ.પૂ. સંતશ્રી બ્રહ્મલીન રણછોડગીરી બાપુની ૪૧૮મી પુણ્યતિથિ નિમિત્તે સોળસી ભંડારાનું ભવ્ય આયોજન

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 06 Oct 2026, 11:36 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૌવા ખાતે પ.પૂ. સંતશ્રી બ્રહ્મલીન રણછોડગીરી બાપુની ૪૧૮મી પુણ્યતિથિ નિમિત્તે સોળસી ભંડારાનું ભવ્ય આયોજન
સાંતલપુર તાલુકાના વૌવા ગામ ખાતે આવેલ શ્રી ભીમકેશ્વર મહાદેવ મંદિર ખાતે પ.પૂ.સંતશ્રી બ્રહ્મલિન રણછોડગીરી બાપુની વિક્રમ સંવત ૧૯૯૪ ભાદરવા વદ-૧૨, ૪૧૮મી પુણ્યતિથિ નિમિત્તે સોળસી ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરના મહંત શ્રી કિશનગીરીજી મહારાજ તથા પ.પૂ.સદગુરુ શ્રી મહંત ધનંજયગીરીજી મહારાજના સાનિધ્યમાં આ ધાર્મિક ઉત્સવ ઉજવાશે.
સંતવાણી સંવત ૨૦૮૨ના ભાદરવા વદ-૧૧ ને મંગળવાર તા. ૦૬/૧૦/૨૦૨૬ ના રોજ રાત્રે ૯.૦૦ કલાકથી ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રખ્યાત ભજનિકો ગોપાલ સાધુ, પ્રીતિ વાંઝા, લોકસાહિત્યકાર ઘનશ્યામ ઝુલા અને ભજનિક રાજેશ આહીર પોતાની વાણીથી ભક્તોને ડોલાવશે. આ સમગ્ર સંતવાણીનું લાઈવ પ્રસારણ સૈયર સ્ટુડિયા, આડેસર દ્વારા YouTube પર કરવામાં આવશે.
સોળસી ભંડારો સંવત ૨૦૮૨ના ભાદરવા વદ-૧૨ ને બુધવાર તા. ૦૭/૧૦/૨૦૨૬ ના રોજ સોળસી ભંડારો, ચાદરવિધિ અને ભોજન પ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે.
ભોજન પ્રસાદ તારીખ ૦૭-૧૦-૨૦૨૬ ને બુધવાર સવારે ૧૦.૦૦ કલાકથી આપના આગમન સુધી ભોજન પ્રસાદ ચાલુ રહેશે.
આ પાવન પ્રસંગે ભીમકેશ્વર મહાદેવ મંદિર શ્રી કિશનગીરી બાપુ તેમજ સમસ્ત વૌવા ગ્રામજનો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સ્થળ શ્રી ભીમકેશ્વર મહાદેવ મંદિરમુ.વૌવા તાલુકો સાંતલપુર જી.પાટણ
📲Get App