🔥 ट्रेंडिंग बिहार में एमएलसी चुनाव से पहले एनडीए म... बिहार बनाम उत्तर प्रदेश: जगरनजोश द्वार... बिहार के गाँव से बर्कले: वसिष्ठ नारायण... महाराष्ट्र के सूखे को समझना: आंकड़े क्... फद्नाविस ने बमक का 'पार्टिसिपेट मुम्बई... महाराष्ट्र FDA आयुक्त ने IAS टुक़रम मु...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બનાસકાંઠામાં એલ.સી.બી. દ્વારા ૧૧ લાખના વિદેશી દારૂ સાથે રાજસ્થાનના યુવકની ઝડપ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 06 अक्टू. 2026, 05:14 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લાના શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલ.સી.બી. પાલનપુર દ્વારા સ્કોર્પિયો ગાડીમાંથી ૩૧૭૨ બોટલો વિદેશી દારૂ અને બિયર મળી કુલ ૧૧ લાખ ૬૩ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

બનાસકાંઠામાં-:
દારૂબંધીની જીરો ટોલરન્સ નીતિ અંતર્ગત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુર પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અનુસાર શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલ.સી.બી. પાલનપુરની ટીમે એક સ્કોર્પિયો ગાડી (નં.GJ.19.AA.5706) ને રોકી તપાસ કરી હતી.તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની ૩૧૭૨ બોટલો મળી આવી હતી.આ ઉપરાંત સ્કોર્પિયો ગાડી અને એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે.કુલ મુદ્દામાલની કિંમત ૧૧,૬૩,૫૨૪ રૂપિયા નોંધાઈ છે..

પોલીસે આ મામલે રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લાના રાનીવાડા તાલુકાના સાંતરૂ ગામના પ્રવિણ ઉર્ફે પમશા મોહનલાલ બિશ્નોઈ (ગોદારા) ને ઝડપી પાડ્યો છે.તેમની સાથે દારૂનો જથ્થો ભરી આપનાર સંજય જયરામ બિશ્નોઈ, તથા દારૂ મંગાવનાર મહેન્દ્રસિંહ બચુભા વાઘેલા, પ્રવિણસિંહ અનુભા વાઘેલા અને પિન્ટુભા નવભા વાઘેલા (રહે. વડા તા. ઓગડ) ની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.આ આરોપીઓ પહેલા પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.પોલીસે જણાવ્યું છે કે શિહોરી બ્રિજ પાસે હાઈવે રોડ પર નાકાબંધી દરમિયાન બાતમી મળતાં ગાડીને રોકવામાં આવી હતી, પરંતુ ચાલકે ગાડી ઉભી રાખી ન હોતી.પોલીસના પીછા દરમિયાન શિહોરીથી માનપુર તરફ જતા રસ્તા પર એસ.એમ.એન્ટરપ્રાઈઝ સામે ગાડી પોલીસના ખાનગી વાહન સાથે અથડાઈ રોડ પરથી નીચે ઝાડને ટકરાઈ ઉભી રહી હતી. આ ઘટના બાદ પોલીસે ગાડી અને તેમાં રહેલા દારૂનો જથ્થો કબજે કર્યો હતો.શિહોરી પોલીસ સ્ટેશન ખાતે ગુના નં. ૧૧૧૯૫૦૪૪૨૬૧૦૫૦/૨૦૨૬ નોંધીને પ્રોહીબિશન એક્ટની ધારા ૬૫એઈ,૧૧૬(બી),૯૮(૨),૮૧ અને ૮૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આ પ્રશસનીય કાર્યવાહીમાં અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી એમ રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,આર બી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,જે એસ ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,અલ્પેશકુમાર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,દિલીપસિંહ હેડ કોન્સ્ટેબલ,કનકસિંહ હેડ કોન્સ્ટેબલ,નિશાંત નાનચંદભાઈ પોલીસ કોન્સ્ટેબલ,જયપાલસિંહ પોલીસ કોન્સ્ટેબલ.
📲Get App