🔥 TRENDING ମୟୂରଭଞ୍ଜରେ ବିଜିଲାନ୍ସ ଜାଲରେ ଅରବିନ୍ଦ ମହା... બજરંગદળ, અમદાવાદ વિષય: રામોલ પોલીસ સ્ટ... Kerala Suvarna Keralam SK-45 Lottery R... Kerala Declares Rs 1 Crore Winner in S... Vi Lists Malayalam OTT Releases for Oc... Telangana Today publishes editorial pr...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલામાં જાદુગર ચુડાસમાનું સન્માન

રાજુલામાં જાદુગર ચુડાસમાનું સન્માન

✍️ Reporter: Anil Vaghela 🗓 06 Oct 2026, 12:22 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
📰 રાજુલામાં જાદુગર ચુડાસમાનું સન્માન : બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપવાનો અનોખો પ્રયાસ

રાજુલા: કહેવાય છે કે કળાની હંમેશા કદર થાય છે. રાજુલા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ અને બાળકો માટે જાદુના શો યોજી જ્ઞાન સાથે ગમ્મત પીરસી રહેલા જાદુગર ચુડાસમાનું શહેરના વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

રાજુલા શહેરમાં આવેલી પટેલ સમાજની વાડી ખાતે જાદુગર ચુડાસમા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ખાસ બાળકો અને વિદ્યાર્થીઓ માટે જાદુના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રાજુલા શહેરની વિવિધ શાળાઓના બાળકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. જાદુના વિવિધ પ્રયોગો સાથે બાળકોને મનોરંજનની સાથે જ્ઞાન મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતિમ દિવસે જાદુગર ચુડાસમાના મિત્ર શિવમ ઝેરોક્ષ, રાજુલા તથા તેમના મિત્રો અને વેપારીઓને પરિવાર સાથે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા જાદુગર ચુડાસમાનું પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જાદુગર ચુડાસમાએ જણાવ્યું હતું કે, “જાદુ એ એક હાથની કલા છે, પરંતુ તેનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો તે આપણા પર આધાર રાખે છે. બાળકો ઈશ્વરનું સ્વરૂપ છે. બાળકોના ચહેરા પર ખુશી લાવી તેમના જીવનમાં આનંદ ફેલાવવો એ પણ આપણા જીવનનો મહત્વનો ભાગ છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજુલા શહેરના વેપારીઓ, અગ્રણીઓ અને શહેરીજનો દ્વારા કરવામાં આવેલા સન્માન બદલ તેઓ સૌના આભારી છે. સાથે જ તેમણે લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “રાજુલા શહેરના બાળકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને આ પ્રેમ હું ક્યારેય ભૂલીશ નહીં.”

રાજુલા શહેરમાં બાળકો માટે જ્ઞાન અને મનોરંજનનો સુંદર સમન્વય કરનાર જાદુગર ચુડાસમાનું સન્માન થતાં ઉપસ્થિત સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
📲Get App