🔥 ट्रेंडिंग ओडिशा में बाघ का हमला रिपोर्ट ओडिशा ने 3 वर्ष के लिए नई शराब की दुका... आंध्र प्रदेश के कृषि मंत्री करेंगे 6.1... नडु ने अमरावती में क्वांटम वैली योजना... तेलंगाना और आंध्र प्रदेश में दशहरा 202... रेलवे स्टेशन पर 4 करोड़ रुपये की सोने...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

થૂલેટા ગામમાં રસ્તાની દયનીય હાલતઃ અંતિમ યાત્રા પણ કાદવમાંથી પસાર કરવાની ફરજ

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 05 अक्टू. 2026, 11:40 AM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વીરમગામ તાલુકાના થૂલેટા ગામનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ગામના રસ્તાની અત્યંત દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદી પાણી અને કાદવ-કીચડના કારણે આખો રસ્તો કાદવમય બની ગયો છે, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને અંતિમ યાત્રા દરમિયાન મૃતદેહને કાદવમાંથી પસાર કરવામાં ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી હોવાનું વીડિયોમાં જોવા મળે છે. કાચા અને બિસ્માર રસ્તાના કારણે સામાન્ય અવરજવર પણ મુશ્કેલ બની હોવાનું સ્થાનિક દૃશ્યો પરથી સ્પષ્ટ થાય છે.ગ્રામજનોની માંગ છે કે ગામના રસ્તાની તાત્કાલિક યોગ્ય મરામત કરી પાકો રસ્તો બનાવવામાં આવે, જેથી વરસાદ દરમિયાન લોકોને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App