🔥 TRENDING ਬਸ ਪੁੱਲ ਤੋਂ ਥੱਲੇ ਡਿੱਗੀ: ਇੱਕ ਕੁੜੀ ਦੀ ਮੌ... पूर्व मंत्री मदन चौहान ने गढ़मुक्तेश्व... कुसमी जनपद पंचायत अंतर्गत ग्राम पंचायत... भारत में महंगाई तेज़ी से बढ़ रही है: व... J&K High Court Srinagar Wing Offers NP... Excise officials seize 123 liquor bott...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠાના પોશીના ગામમાં બનેલ મર્ડર કેસમાં વધુ એક આરોપીને પકડી પાડતી પોલીસ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 05 Oct 2026, 09:44 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના છોછર ગામમાં બનેલ અનડીટેક્ટ મર્ડર કેસમાં પોશીના પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે બનાસકાંઠાના રૂપપુરામાંથી વધુ એક આરોપીને પકડી પાડ્યો છે.

સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના છોછર ગામની સીમામાં બનેલ મર્ડરના અનડીટેક્ટ ગુન્હામાં વધુ એક આરોપીને પકડી પાડતી પોશીના પોલીસ. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) ના જીલ્લામાં શરીર સબંધી ગુન્હાઓ સાથે સંકળાયેલ આરોપીઓને પકડી પાડવાની સુચના અંતર્ગત આ કામગીરી કરવામાં આવી છે.

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એન. સાધુની રાહબરી હેઠળ પોશીના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ, જેમાં પો.સ.ઇ શ્રી વી.બી. મેઘનાથી અને અન્ય સ્ટાફ સામેલ છે, દ્વારા સતત વોચ-તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન આ.લો.ર. દીપકકુમાર પુંજાભાઈની હ્યુમન સોર્સથી મળેલી બાતમી હકીકત મુજબ, પોશીના પો.સ્ટે. પાર્ટ-A- ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૦૨૬૦૩૪૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૬૧(૨) મુજબના અનડીટેક્ટ ગુન્હામાં અગાઉ પકડાયેલ ચાર આરોપીઓ પૈકી વધુ એક આરોપી શોધાયો હતો.

હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે રૂપપુરાથી આરોપી સુધી પહોંચીને તેને પકડી પાડ્યો છે. પકડાયેલ આરોપી રોકી ઉર્ફે વિજયભાઈ ઉર્ફે વિપુલભાઈ જયંતીભાઈ તરાલ (ઉંમર ૨૫) રહે. રૂપપુરા તા. હડાદ જી. બનાસકાંઠા છે. આરોપીને ગુન્હાના કામે અટક કરીને આગળની કાર્યવાહી માટે તજવીજ કરવામાં આવી છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એન. સાધુ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. મેઘનાથી, એ.એસ.આઈ અમીતકુમાર સાવનભાઈ, અ.પો.કો. મુકેશભાઈ દલજીભાઈ, આ.લો.૨. દીપકકુમાર પુંજાભાઈ અને આ.લો.ર. દશરથભાઈ રાજેન્દ્રભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
📲Get App