🔥 TRENDING കേരള ലളിതകലാ അക്കാദമിയിൽ പുതിയ ചെയർമാൻ... सिकराय के गीजगढ़ गांव के पहाड़ी किले म... Nc Goes into active model in kashmir Kuki groups call for impartial investi... 9th Rashtriya Poshan Maah Observed in... Manipur Forest Chief Calls for Public‑...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

આમોદમાં ભૂગર્ભ ગટર કામ અધૂરું છતાં કોમ્પ્લિશન સર્ટિફિકેટ આપવાના આક્ષેપો

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 05 Oct 2026, 07:40 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમોદ શહેરમાં નેશનલ હાઈવે-64 પરના ભૂગર્ભ ગટર લાઈનના કામ અધૂરું હોવા છતાં કોમ્પ્લિશન સર્ટિફિકેટ આપવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

આમોદ શહેરમાં ભૂગર્ભ ગટર લાઈનના કામને લઈને ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કામ અધૂરું હોવા છતાં કોમ્પ્લિશન સર્ટિફિકેટ કેવી રીતે અપાયું, તેને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

નેશનલ હાઈવે-64 પર રેસ્ટ હાઉસથી કાંકરિયા રોડ તેમજ આછોદ ત્રણ રસ્તાથી મોટા પુલ સુધી નાખવામાં આવેલી ભૂગર્ભ ગટર લાઈનનું કામ અમદાવાદની એન.પી. પટેલ એન્ડ કંપની દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આક્ષેપ છે કે કામગીરી પૂર્ણ ન હોવા છતાં તત્કાલીન મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા કામ પૂર્ણ થયાનું કોમ્પ્લિશન સર્ટિફિકેટ પ્રાદેશિક કમિશનરને આપવામાં આવ્યું હતું.

હવે સવાલ એ છે કે સ્થળ તપાસ, માપણી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કયા આધારે કરવામાં આવી? બીજી તરફ, આરામગૃહથી પુરસા રોડ નગરી સુધીના નવા સરકારી સર્વિસ રોડ પર પૂર્વ મંજૂરી વિના ખોદકામ કરી ગટર લાઈન નાખવાના આક્ષેપો પણ થયા છે.

આર.એમ.બી. વિભાગે સંબંધિત એજન્સીને આશરે રૂ.76.22 લાખની ભરપાઈની નોટિસ ફટકારી હતી અને આ રકમ ભરપાઈ થઈ હોવાની માહિતી છે.

બ્રેકિંગ આમોદ...

આમોદ શહેરમાં ભૂગર્ભ ગટર લાઈનના કામને લઈને ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કામ અધૂરું હોવા છતાં કોમ્પ્લિશન સર્ટિફિકેટ કેવી રીતે અપાયું, તેને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

નેશનલ હાઈવે-64 પર રેસ્ટ હાઉસથી કાંકરિયા રોડ તેમજ આછોદ ત્રણ રસ્તાથી મોટા પુલ સુધી નાખવામાં આવેલી ભૂગર્ભ ગટર લાઈનનું કામ અમદાવાદની એન.પી. પટેલ એન્ડ કંપની દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

આક્ષેપ છે કે કામગીરી પૂર્ણ ન હોવા છતાં તત્કાલીન મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા કામ પૂર્ણ થયાનું કોમ્પ્લિશન સર્ટિફિકેટ પ્રાદેશિક કમિશનરને આપવામાં આવ્યું હતું.

હવે સવાલ એ છે કે સ્થળ તપાસ, માપણી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કયા આધારે કરવામાં આવી?

બીજી તરફ, આરામગૃહથી પુરસા રોડ નગરી સુધીના નવા સરકારી સર્વિસ રોડ પર પૂર્વ મંજૂરી વિના ખોદકામ કરી ગટર લાઈન નાખવાના આક્ષેપો પણ થયા છે. આર.એમ.બી. વિભાગે સંબંધિત એજન્સીને આશરે રૂ.76.22 લાખની ભરપાઈની નોટિસ ફટકારી હતી અને આ રકમ ભરપાઈ થઈ હોવાની માહિતી છે.

સમગ્ર મામલે હવે મંજૂર એસ્ટિમેન્ટ, ટેકનિકલ સ્પેસિફિકેશન, સ્થળ માપણી, ગુણવત્તા અને બિલ ચુકવણીની નિષ્પક્ષ તપાસ સાથે વિજિલન્સ તપાસની માંગ ઉઠી છે.

આક્ષેપો સાચા છે કે નહીં તેનો અંતિમ ખુલાસો સત્તાવાર તપાસ બાદ જ થશે. હવે જોવાનું એ રહેશે કે જવાબદારી કોની નક્કી થાય છે?
📲Get App