🔥 TRENDING રી જલિયાણ નેચર ક્યોર સેન્ટર દ્વારા કેમ... नवादा में 13.5 लाख आभा आईडी बनने पर डी... விருதுநகர் மாவட்டத்தில் 108 குழந்தைகளு... सत्तुपल्ली में श्री शांति नाथजी महाराज... വോട്ടു ചോരിക്ക് കാരണം കേന്ദ്രസർക്കാർ સ્વ.ગગુભાઈ ગાંડાભાઈ ભરવાડની પૂર્ણતિથિ...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શ્રી જંબુસર શ્વેતાંબર જૈન સંઘનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ વડોદરા શહેરમાં છાણી ખાતે ભવ્ય રીતે યોજાયો

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 05 Oct 2026, 03:18 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં શ્રી જંબુસર શ્વેતાંબર જૈન સંઘનું વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો, જેમાં સભ્યો અને વિદ્યાર્થીઓને સન્માન આપવામાં આવ્યું.

શ્રી જંબુસર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ દ્વારા વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન વડોદરા શહેરમાં છાણી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.

દર વર્ષે જેમ જંબુસર શ્વેતાંબર જૈન સંઘના સભ્યો, જે વડોદરા અને અન્ય સ્થળોએ રહેતા હોય, સ્નેહમિલનમાં સહભાગી થઈ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમમાં ઉંમરલાયક વડીલ વ્યક્તિ, તપસ્વીઓ અને દાનવીરોનું સમાજ દ્વારા ભાવભર્યું બહુમાન કરવામાં આવ્યું, અને બોર્ડમાં સારા પરિણામે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પણ વિશેષ સન્માન આપવામાં આવ્યું.

પ્રમુખ ડો. રાજેશભાઈ સી. જૈને ઉદબોધનમાં જણાવ્યું કે શ્રેષ્ઠીઓએ પોતાના દેરાસર અને ઉપાશ્રયને ભૂલવા ન જોઈએ, અને પ્રભુને યાદ રાખીને મંદિરજીની ધજાના શુભ દિવસે અને પર્યુષણ પર્વ દરમિયાન આરાધના કરવી જોઈએ.

ગરબા થીમનું આયોજન પણ કરવામાં આવ્યું અને વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. સંઘ પ્રમુખ શ્રેષ્ઠિવર્ય ડો. રાજેશભાઈ જૈન, અતુલભાઈ લાઈટવાળા, કિંચિતભાઈ ચોકસી, નિરવભાઈ અને અન્ય મિત્રોએ પ્રોગ્રામને સફળ બનાવવા માટે મહેનત કરી.
📲Get App