🔥 ट्रेंडिंग ਬਸ ਪੁੱਲ ਤੋਂ ਥੱਲੇ ਡਿੱਗੀ: ਇੱਕ ਕੁੜੀ ਦੀ ਮੌ... पूर्व मंत्री मदन चौहान ने गढ़मुक्तेश्व... कुसमी जनपद पंचायत अंतर्गत ग्राम पंचायत... भारत में महंगाई तेज़ी से बढ़ रही है: व... सिंधु घाटी में ज&क उच्च न्यायालय ने एन... हैदराबाद हवाई अड्डे के पास एक्साइट टीम...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
खेल

તલોદમાં યુવા ખેલાડીઓ માટે આંતર-કોલેજ ફૂટબોલ સ્પર્ધાનો શુભારંભ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 05 अक्टू. 2026, 09:00 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રીમતી એસ.એમ. પંચાલ સાયન્સ કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને સી.ડી. પટેલ મહાવિદ્યા મંડળ દ્વારા આયોજિત ૨૦૨૬-૨૭ ફૂટબોલ આંતર-કોલેજ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું..

સાબરકાંઠામાં-:
મારા વિધાનસભા મતવિસ્તારના તલોદમાં આવેલી શ્રીમતી એસ.એમ.પંચાલ સાયન્સ કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની ઉપક્રમે તથા શ્રી સી.ડી. પટેલ મહાવિદ્યા મંડળ,તલોદની સહયોગથી ૨૦૨૬-૨૭ ફૂટબોલ (ભાઈઓ) આંતર-કોલેજ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો. વિવિધ કોલેજોના યુવા ખેલાડીઓએ ભાગ લીધા અને આયોજકો સાથે સંવાદ કરીને રમતગમતમાં ઉત્તમ પ્રદર્શન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી..

રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી પૂરતી સીમિત નથી; તે યુવાનોમાં શિસ્ત, ટીમવર્ક, નેતૃત્વ, આત્મવિશ્વાસ અને સંઘર્ષ જેવા જીવનમૂલ્યોનું નિર્માણ કરે છે. આવા સ્પર્ધાત્મક અને ગુણવત્તાસભર મંચો યુવા પ્રતિભાઓને પોતાની ક્ષમતા પ્રદર્શિત કરવાની તક આપે છે, જે સમાજ માટે અત્યંત પ્રશંસનીય છે.આ સુંદર આયોજન માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, શ્રી સી.ડી. પટેલ મહાવિદ્યા મંડળ, કોલેજ પરિવાર, પ્રાધ્યાપકશ્રીઓ અને સમગ્ર આયોજન સમિતિને હાર્દિક અભિનંદન.સ્પર્ધામાં ભાગ લેતા તમામ યુવા ખેલાડીઓ રમતગમતની ભાવના સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરે તેવી શુભકામનાઓ.
📲Get App