Crime
સાબરકાંઠાના પોશીના તાલુકામાં બનેલા મર્ડર કેસમાં વધુ એક આરોપીને પકડી પાડ્યો પોલીસ દ્વારા
Watch on:
📘 Facebook
પોશીના પોલીસ સ્ટેશનના એક અનડેટેક્ટ મર્ડર કેસમાં પહેલાથી પકડાયેલા ચાર આરોપીઓ પૈકી વધુ એક આરોપી રોકી ઉર્ફે વિજયભાઈ ત્રાસને રૂપપુરાથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના છોછર ગામની સીમામાં બનેલા મર્ડરના અનડેટેક્ટ ગુન્હામાં વધુ એક આરોપીને પકડી પાડતી પોશીના પોલીસ. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) ના જીલ્લામાં શરીર સબંધી ગુન્હાઓ સાથે સંકળાયેલ આરોપીઓને પકડી પાડવાની સુચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે.
ડો. કુલદીપકુમાર નાથી (નાયબ પોલીસ અધિક્ષક, ખેડબ્રહ્મા વિભાગ) તથા પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.એન. સાધુ (પોશીના પોલીસ સ્ટેશન) ની રાહબરી હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વી.બી. મેઘનાથી તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સતત વોચ-તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના આ.લો.ર. દીપકકુમાર પુંજાભાઈ દ્વારા મળેલી હ્યુમન સોર્સથી બાતમી હકીકત મળી કે પોશીના પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૦૨૬૦૩૪૩/૨૦૨૬ મુજબના ગુન્હામાં અગાઉ પકડાયેલા ચાર આરોપીઓ પૈકી વધુ એક આરોપી રૂપપુરામાં હાજર છે.
આ બાતમી આધારે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી રૂપપુરાથી આરોપી સુધી પહોંચી પકડી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી રોકી ઉર્ફે વિજયભાઈ ઉર્ફે વિપુલભાઈ જયંતીભાઈ ત્રાસ (ઉંમર ૨૫ વર્ષ), રહે. રૂપપુરા, તા. હડાદ, જી. બનાસકાંઠા છે. ગુન્હાના કામે તેને અટક કરી આગળની કાર્યવાહી સારૂ તજવીજ કરવામાં આવી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.એન. સાધુ, પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વી.બી. મેઘનાથી, એ.એસ.આઈ અમીતકુમાર સાવનભાઈ, અ.પો.કો. મુકેશભાઈ દલજીભાઈ, આ.લો.૨. દીપકકુમાર પુંજાભાઈ તથા આ.લો.ર. દશરથભાઈ રાજેન્દ્રભાઈ સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે.