🔥 TRENDING Lite Bite Foods launches first hybrid... Punjab ex-sarpanch shot in land disput... Assam STF Arrests Second Man Allegedly... Assam Revives Dibrugarh River Route wi... Assam Restarts Dibrugarh–Dhaka Cargo V... Jharkhand Announces 2026 School Holida...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પે સેન્ટર કુમાર શાળા નંબર એક વિરમગામ ખાતે સાયબર ક્રાઇમ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો.

✍️ Reporter: Gilani Asikali 🗓 05 Oct 2026, 07:06 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ પે સેન્ટર કુમાર શાળા નંબર એક વિરમગામ તે વિરમગામ પોલીસના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં સાયબર ક્રાઇમ અને ડિજિટલ સલામતી અંગે જાગૃતિ કેળવવાના હેતુથી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સેમિનારમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને મોબાઇલ તથા ઇન્ટરનેટનો સલામત અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ખાસ કરીને ઓનલાઇન છેતરપિંડી,અજાણી લિંક પર ક્લિક ન કરવી, OTP કોઈ સાથે શેર ન કરવો,સોશિયલ મીડિયાનો સાવચેતીપૂર્વક ઉપયોગ, સાયબર બુલિંગ,ઓનલાઇન ગેમિંગ તથા ડિજિટલ માધ્યમોનો સુરક્ષિત ઉપયોગ જેવા મહત્વના મુદ્દાઓ અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓને સાયબર ગુનાનો ભોગ બનવાથી બચવા માટે સાવચેતી રાખવા તેમજ કોઈ શંકાસ્પદ ઘટના બને ત્યારે વડીલો,શિક્ષકો અથવા પોલીસની મદદ લેવાની સમજ આપવામાં આવી હતી.સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સાયબર સુરક્ષા સંબંધિત વિવિધ પ્રશ્નો પણ પૂછ્યા હતા.આ પ્રસંગે શાળાના શિક્ષકો તથા સ્ટાફ દ્વારા પણ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં જાગૃત, જવાબદાર અને સુરક્ષિત નાગરિક બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
શાળાના આચાર્ય દીપકભાઈ પરમાર દ્વારા વિરમગામ પોલીસનો આભાર વ્યક્ત કરી જણાવાયું હતું કે,આજના ડિજિટલ યુગમાં બાળકોને અભ્યાસની સાથે સાયબર સુરક્ષા અંગે જાગૃત કરવું પણ એટલું જ જરૂરી છે.આવા જાગૃતિ કાર્યક્રમો વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓથી બચાવવામાં અને સુરક્ષિત ડિજિટલ સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ સાબિત થશે.રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App