🔥 ट्रेंडिंग ਬਸ ਪੁੱਲ ਤੋਂ ਥੱਲੇ ਡਿੱਗੀ: ਇੱਕ ਕੁੜੀ ਦੀ ਮੌ... पूर्व मंत्री मदन चौहान ने गढ़मुक्तेश्व... कुसमी जनपद पंचायत अंतर्गत ग्राम पंचायत... भारत में महंगाई तेज़ी से बढ़ रही है: व... सिंधु घाटी में ज&क उच्च न्यायालय ने एन... हैदराबाद हवाई अड्डे के पास एक्साइट टीम...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર સુધીની બાઈક યાત્રાના પ્રવાસ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં આવેલ ચિતરીયા ગામની પ્રાથમિક શાળાની પ્રદ્યુમ્નભાઈ વાજાએ મુલાકાત લીધી

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર સુધીની બાઈક યાત્રાના પ્રવાસ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં આવેલ ચિતરીયા ગામની પ્રાથમિક શાળાની પ્રદ્યુમ્નભાઈ વાજાએ મુલાકાત લીધી

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 अक्टू. 2026, 08:50 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નિર્મળ હૃદય સાથે સ્નેહસભર મુલાકાત !!

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર સુધીની બાઈક યાત્રાના પ્રવાસ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં આવેલ ચિતરીયા ગામની પ્રાથમિક શાળાની પ્રદ્યુમ્નભાઈ વાજાએ મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે આત્મીય વાર્તાલાપ કર્યો અને તેમના સપનાંઓ, જિજ્ઞાસાઓ સાંભળી અને તેમને જીવનમાં ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા માટેની શુભેચ્છાઓ પાઠવી.

આ ઉપરાંત શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો સાથે સંવાદ કરી અને શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓની હાજરી, શૈક્ષણિક માળખું તથા સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. સાથે જ શાળા પરિસર, શિક્ષણ વ્યવસ્થા તથા મધ્યાહન ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી જરૂરી માહિતી મેળવી. સમગ્ર મુલાકાત દરમિયાન સંસ્કાર, શિક્ષણ અને સ્વાસ્થ્યનો સુભગ સમન્વય અનુભવાયો.

બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ એ જ સશક્ત અને વિકસિત ભારતની મજબૂત આધારશિલા છે.
📲Get App