🔥 TRENDING കേരള ലളിതകലാ അക്കാദമിയിൽ പുതിയ ചെയർമാൻ... सिकराय के गीजगढ़ गांव के पहाड़ी किले म... Nc Goes into active model in kashmir Kuki groups call for impartial investi... 9th Rashtriya Poshan Maah Observed in... Manipur Forest Chief Calls for Public‑...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેસાણામાં પેરોલ જમ્પ થયેલ કાચા કામના કેદીને પકડી પાડી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 05 Oct 2026, 08:18 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા દરમિયાન જમ્પ થયેલ અને મહેસાણા ડફેર ડંગામાં બખેડાના ગુનામાં નાસતા ફરતા આરોપી જોરાવરસિંહ ઝાલાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોવડ મહેસાણાની ટીમે પકડી પાડ્યો છે..

મહેસાણામાં-:
પેરોલ રજા દરમિયાન જમ્પ થયેલ અને બખેડાના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB.) તથા પેરોલ ફર્લો સ્કોવડ મહેસાણાએ સફળતા મેળવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના સૂચના અનુસાર જિલ્લામાં નાસતા ફરતા તથા પેરોલ જમ્પ આરોપીઓને પકડવા માટે અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયાએ મહેસાણા LCB તથા પેરોલ ફર્લો સ્કોવડની ટીમો બનાવીને આરોપીઓની વોચ રાખવાનું કામ શરૂ કર્યું હતું.આજરોજ તા. ૦૫/૧૦/૨૦૨૬ ના રોજ LCB શાખાને ખાનગી રાહે માહિતી મળી કે કાચા કામના કેદી નંબર-૧૦૧૦/૨૬ જોરાવરસિંહ ઉર્ફે ભોટુ ભૈલુભા બાપુભા ઝાલા,રહે.કટોસણ,ઉદપુરા તા.જોટાણા,જિ.મહેસાણા, જે તા.૧૮/૯/૨૬ થી તા.૨૬/૯/૨૬ સુધી પેરોલ રજા ઉપર છુટ્યા હતા,તેઓ પેરોલ જમ્પ થઈ ગયા છે.આ દરમિયાન ગઈ તા. ૦૧/૦૧/૨૬ ના રોજ રાત્રીના સમયે મહેસાણા ડફેર ડંગા નજીક બખેડો કરવામાં આવ્યો હતો.આ અંગે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ બી ખાતે ગુ.ર.નં-૧૧૨૦૬૦૪૫ ૨૬૦૬૬૯/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૯૪(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધાયેલો છે..

આ માહિતી મળ્યા બાદ LCB મહેસાણાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. પઢારીયા તથા પેરોલ ફર્લો સ્કોવડ મહેસાણાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી. ચૌધરીને જાણ કરવામાં આવી હતી.પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી.પઢારીયા,એલ.સી.બી.સ્ટાફના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ હઠેસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શૈલેષકુમાર મઈજીભાઈ,હેડ કોન્સ્ટેબલ નિલેષકુમાર ગીરીશભાઈ તથા પેરોલ ફર્લો સ્કોવડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી.ચૌધરી અને તેમની ટીમે આરોપી જોરાવરસિંહ ઝાલાને પકડી પાડ્યો છે.પકડાયેલ આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવા માટે તજવીજ કરવામાં આવી છે.લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા દ્વારા પેરોલ જામીન ઉપર છુટેલ પેરોલ જમ્પ તથા બખેડાના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી.પઢારીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી.ચૌધરી તથા ટીમ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શૈલેષકુમાર મઇજીભાઇ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ હઠેસિંહ,હેડ કોન્સ્ટેબલ નિલેષકુમાર ગીરીશભાઇ..
📲Get App