જીગ્નેશ મેવાણીની બહેન અંગે કથિત ટિપ્પણીને લઈ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રજૂઆત ધવલ દવે સામે કાયદેસરની કાર્યવાહીની માંગ, કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
બરવાળા: જીગ્નેશ મેવાણીની બહેન અંગે સોશિયલ મીડિયા પર કથિત અભદ્ર ટિપ્પણી મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે બરવાળા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી. ધવલ દવે સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરાઈ. કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી અપાઈ.
બરવાળા: વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની બહેન અંગે સોશિયલ મીડિયા પર કથિત અભદ્ર ટિપ્પણી કરવાના મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બરવાળા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
બોટાદ જિલ્લા પ્રમુખ કીર્તિભાઈ ચાવડાની આગેવાની હેઠળ આગેવાનો અને કાર્યકરોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી ભાજપના ધવલ દવે સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ પ્રસંગે અશ્વિન મેરીયા, બાબુભાઈ પરમાર, ડુંગરભાઈ સોલંકી, પ્રવીણભાઈ ડોડીયા, પ્રેમજીભાઈ વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.