🔥 TRENDING नंदीवाले समाजाच्या अध्यक्षांच्या मातोश... ਪੰਜਾਬ ਦੀਆਂ 518 ਗਊਸ਼ਾਲਾਵਾਂ ਦੇ 100 ਕਰੋੜ... રી જલિયાણ નેચર ક્યોર સેન્ટર દ્વારા કેમ... नवादा में 13.5 लाख आभा आईडी बनने पर डी... விருதுநகர் மாவட்டத்தில் 108 குழந்தைகளு... सत्तुपल्ली में श्री शांति नाथजी महाराज...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

યુવા તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય...

✍️ Reporter: Atul Thakor 🗓 05 Oct 2026, 05:25 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
યુવા તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય...

વિદેશથી MBBS અભ્યાસ પૂર્ણ કરીને ગુજરાતની સરકારી અને GMERS મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નશીપ કરી રહેલા ઇન્ટર્ન તબીબોને પણ હવે અન્ય ઇન્ટર્ન તબીબોની સમકક્ષ પ્રતિ માસ રૂ. 21,840/- સ્ટાઇપેન્ડ આપવામાં આવશે; આ અંગે સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે બેઠક યોજી સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

રાજ્ય સરકારના આ નિર્ણયથી તા. 01/06/2026 અને તા. 01/10/2026થી ઇન્ટર્નશીપ પોસ્ટિંગ મેળવનારા આશરે 350 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.

યુવા તબીબોને આર્થિક સહયોગ સાથે તેમના વ્યવસાયિક ભવિષ્યને વધુ મજબૂત બનાવવા માટે સરકાર સતત સંવેદનશીલતાપૂર્વક નિર્ણયો લઈ રહી છે.

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે વિદ્યાર્થી અને યુવા તબીબોના હિતને હંમેશાં પ્રાથમિકતા આપતા આગળ વધી રહ્યા છીએ.
📲Get App