🔥 ट्रेंडिंग लाइट बाइट फूड्स ने गुरुग्राम में पंजाब... पंजाब के पूर्व सरपंच पर ज़मीन विवाद मे... आसाम एसटीएफ ने पाकिस्तान ऑपरेटिव को सु... बंगलादेश के लिए पहली कार्गो शिपमेंट के... असम ने डिब्रुगरह-धक़ा मालवाहक सेवा को... जैकार्डन ने 2026 के अक्टूबर के स्कूल अ...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બનાસકાંઠા પોલીસ દ્વારા વાહનચોરી કેસમાં સફળ કામગીરી, હરગોવનભાઈ રાવળને ધરપકડ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 05 अक्टू. 2026, 07:09 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા રેન્જ પોલીસ અને ક્રાઈમ બ્રાંચે GJ.24.AJ.1715 હીરો હોન્ડા મોટરસાયકલની ચોરીની તપાસ કરી, આરોપી નીફુલભાઈ હીરાભાઈને ધરપકડ કરી અને કબ્જા કરેલ વાહન પુનઃપ્રાપ્ત કર્યું..

બનાસકાંઠાના-:
પાટણ જીલ્લા સરસ્વતી પોલીસ સ્ટેશનમાં વાહનચોરીના ગુનાની તપાસ માટે ક્રાઈમ બ્રાંચે કામગીરી શરૂ કરી.પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની સૂચના દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.રાઠોડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી.જાડેજા,જે.એસ.ગઢવી વગેરેની ટીમોએ અનડીટેક વાહન ચોરીના કેસ શોધવા માટે અલગ-અલગ ટીમો ગઠિત કરી.ટીમની તપાસમાં નીફુલભાઈ હીરાભાઈ ઉર્ફે હરગોવનભાઈ રાવળ,રહે.બાઈવાડા,તા.ડિસાવાળાને GJ.24.AJ.1715 હીરો હોન્ડા મોટરસાયકલ કબ્જા કરેલ હોવાનું જાણવા મળ્યું.આરોપીએ સરસ્વતી નદી કિનારે મેલડી માતાજીના ગેટ આગળથી ચોરી કરી હોવાનું જણાવ્યું..

આ કબ્જા કરેલ વાહન અને આરોપીની ધરપકડ B.N.S. કલમ-106 અને કલમ-35(1)(i) હેઠળ કરવામાં આવી અને ડીસા શહેર ઉત્તર રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી.ગુનાની વિગતો સરસ્વતી પોલીસ સ્ટેશન (પાટણ) નં.1121704260561/2026 B.N.S. કલમ-303(2) મુજબ નોંધાઈ.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,વિજયસિંહ સોમસિંહ હેડ કોન્સ્ટેબલ,આર.બી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,રાજેશકુમાર શંકરલાલ, હેડ કોન્સ્ટેબલ,જે.એસ.ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,અજરણાજી સ્વરૂપાજી હેડ કોન્સ્ટેબલ,મુકેશભાઈ ડાહ્યાભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,મહેશભાઈ ધુળાભાઈ પોલીસ કોન્સ્ટેબલ,પ્રવિણકુમાર ભીમાજી પોલીસ કોન્સ્ટેબલ...
📲Get App