🔥 TRENDING Fire breaks out in corporate office bu... અમરેલીમાં લીલીયા રોડ પર બુલડોઝર દ્વારા... Women Farmers Risk Exclusion from Tela... Odisha Remains on High Alert as 24‑Hou... Cyclone Makes Landfall at Gopalpur, Od... અમરેલી સાવરકુંડલા હાઈવે પર એસ.ટી. બસ અ...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડિયાના ખાખરીયા ગામની સીમમાંથી ઝટકા મશીન અને બેટરી ચોરાયા
Crime

વડિયાના ખાખરીયા ગામની સીમમાંથી ઝટકા મશીન અને બેટરી ચોરાયા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 04 Oct 2026, 11:36 AM 👁 88
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડિયાના ખાખરીયા ગામની સીમમાં આવેલી વાડીમાંથી ઝટકા મશીન અને બેટરી મળી કુલ રૂ. 10,059ના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ અંગે અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાઈ છે.

વડિયાના ખાખરીયા ગામની સીમમાંથી ઝટકા મશીન તથા બેટરીની ચોરીનો બનાવ બન્યો છે. આ અંગે ગોંડલના દેવળા ગામે રહેતા અરવિંદભાઈ બાબુભાઈ વાઘેલા (ઉં.વ. 49) દ્વારા અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવિંદભાઈ વાઘેલાએ વાવવા રાખેલી ખાખરીયા ગામની સીમમાં આવેલી તેમની વાડીમાંથી અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો. ચોર ઈસમ ઝટકા મશીન અને બેટરી મળી કુલ રૂ. 10,059ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અંગે વડિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વધુ તપાસ વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. બી. કલસરીયા ચલાવી રહ્યા છે.
📲Get App