🔥 TRENDING Youth Dies After Drug Injection in Jal... తడి, పొడి చెత్త నిర్వహణపై వేల్పూరులో అ... નડિયાદ રેલવે સ્ટેશન પર 3.70 કરોડના સોન... નડિયાદ રેલવે સ્ટેશન પર 3.70 કરોડના સોન... અમદાવાદ: ૫ વર્ષની માસૂમ બાળકીના કંકાલ... पूरनपुर में ईको चालक ने बाइक सवार पिता...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થતાં વાલ્મિકી સમાજ દ્વારા માલપુર પોલીસને આવેદન

✍️ Reporter: Joshi Jayaprakashbhai 🗓 04 Oct 2026, 04:28 PM 👁 110
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સામાજિક કાર્યકર લાલજી ભગતનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરી દેવાયાની ઘટનાના વિરોધમાં વાલ્મિકી સમાજે માલપુર પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર સુપરત કર્યું.

સામાજિક કાર્યકર લાલજી ભગતનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરી દેવાયાની ઘટનાને પગલે વાલ્મિકી સમાજમાં રોષ જોવા મળ્યો છે. આ મામલે વાલ્મિકી સમાજના આગેવાનો અને કાર્યકરોએ એકઠા થઈ માલપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, લાલજી ભગત સમાજસેવા સાથે જોડાયેલા છે અને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તેઓ લોકો સાથે સંપર્કમાં રહેતા હતા. તેમનું એકાઉન્ટ બંધ કરી દેવાયું હોવાથી સમાજમાં ચિંતાનો માહોલ છે. સમાજ દ્વારા આ ઘટનાની યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે.

પોલીસને સુપરત કરાયેલા આવેદનપત્રમાં આ બાબતની ગંભીર નોંધ લેવા અને એકાઉન્ટ ફરીથી ચાલુ કરાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે. સમાજ આગેવાનોએ જણાવ્યું કે જો આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
📲Get App