Health
રાજ્યસભા સાંસદ માનસિંગભાઈએ વેરાવળ ખાતે સિનિયર સિટીઝન હેલ્થ કેમ્પની મુલાકાત લીધી
વેરાવળ ખાતે રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજિત સિનિયર સિટીઝન હેલ્થ કેમ્પમાં રાજ્યસભા સાંસદ માનસિંગભાઈએ મુલાકાત લીધી હતી. આ કેમ્પમાં ૪૦ થી વધુ વરિષ્ઠ નાગરિકોએ આરોગ્યનો લાભ લીધો હતો.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સેન્ટર પર રેડક્રોસ સોસાયટી દ્વારા ચાલતા સિનિયર સિટીઝન હેલ્થ કેમ્પની આજ રોજ માનનીય રાજ્યસભા સાંસદશ્રી માનસિંગભાઈ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કરવાનો હતો.
આ હેલ્થ કેમ્પમાં ૪૦ થી વધુ સિનિયર સિટીઝન લાભાર્થી બન્યા હતા. રવિવારના દિવસે પણ વિશેષ સેવા આપવા માટે રેડક્રોસ સોસાયટીના વેરાવળના ડોકટરો અને હેલ્થ સ્ટાફ દ્વારા સ્પેશિયલ ડ્યુટી આપવામાં આવી હતી. આ સેવાકીય કાર્ય બદલ દીપકભાઈ સિંધવડે સૌ આમંત્રિતોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.