🔥 TRENDING Wife Arrested in Thane After Husband's... Coal Truck Crash in Chutupalu Valley I... Bhopal Murder Plot Unveiled: Rs 1-Cror... 24-year-old killed in truck collision... Avengers: Endgame Re‑release Records M... Sudhir Rajpal Appointed to Finance Cha...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પાટણમાં ડાયનાસોર પાર્ક ખાતે સમરસ પરિવાર દ્વારા ગાંધી જયંતિની ઉજવણી

✍️ Reporter: ANKIT SEJU 🗓 04 Oct 2026, 09:14 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાટણ શહેરના ડાયનાસોર પાર્ક ખાતે સમરસ પરિવાર દ્વારા ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને બીજા સ્થાનિક લોકો પણ આવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન શૈલેષભાઈ કાનોઠી દ્વારા કરવામાં આવ્યું હતું.

પાટણ શહેરના પ્રખ્યાત ડાયનાસોર પાર્ક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૪મી જન્મજયંતિ નિમિત્તે સમરસ પરિવાર અને શૈલેષ ભાઈ કાનોઠી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગાંધીજીના જીવન અને તેમના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

સમરસ પરિવાર દ્વારા આયોજિત આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, કાર્યકરો જોડાયા હતા. કાર્યક્રમનું વાતાવરણ દેશભક્તિ અને શાંતિપૂર્ણ રહ્યું હતું.
📲Get App