🔥 ट्रेंडिंग होशियारपुर के सुंदर नगर में मतदान के ब... এস এল দত্তা গ্রাউন্ডে চক্ষু শিবিরের আয... एनआरआई परिवारों ने वीडियो कॉल से गया म... पटना में 4 अक्टूबर 2026 के सोने के दाम... ग्राम पंचायत भीकमकोर में सरपंची के लिए... बॉबी कुमार ने एशियन गेम्स यात्रा के लि...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની બહેન અંગે ટિપ્પણી: ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવવાની અપીલ

✍️ रिपोर्टर: ODIYAN 🗓 04 अक्टू. 2026, 10:52 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણીની બહેન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરાયેલી કથિત અભદ્ર ટિપ્પણીના મામલે ઘવલ દવે સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવવાની અપીલ કરવામાં આવી છે.

ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણીની બહેન અંગે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કથિત અભદ્ર અને અશીલ ટિપ્પણીના મામલે જવાબદાર વ્યક્તિ ઘવલ દવે વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ અને FIR નોંધાવવા માટે ગુજરાતભરના તમામ પોલીસ સ્ટેશનો ખાતે રજૂઆત કરવામાં આવશે.

આ અંગે તમામ સાથીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના નજીકના પોલીસ સ્ટેશન ખાતે શાંતિપૂર્ણ રીતે ઉપસ્થિત રહી ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય અભદ્રતા સામે અવાજ ઉઠાવવાનો અને ન્યાય માટે એકતા દર્શાવવાનો છે.

આગામી 04/10/2026 ના રોજ સવારે 10:30 કલાકે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનો ખાતે આ કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવશે. નાગરિકોને ન્યાય માટે અવાજ ઉઠાવવા અને કાયદેસરની કાર્યવાહી માટે સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.
📲Get App