🔥 TRENDING स्वच्छ हावड़ा — स्वस्थ हावड़ा 🌿 ದೇವದುರ್ಗ ಕುಡುಕರ ಅಡ್ಡೆಯಾದ ಪತ್ರಕರ್ತರ ಭವನ... ರಾಯಗಡ: ದಿವ್ಯಗಾರ್ ಬೀಚ್‌ನಲ್ಲಿ ಈಜಲು ತೆರಳಿ... ପୋଖରୀରେ ବୁଡ଼ି ଯୁବକ ମୃତ सुपरनोवा बिल्डिंग से कूदकर व्यक्ति ने... Madhya Pradesh Board Announces 2026 Cl...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પ્રાંતિજમાં દબાણ હટાવ કામગીરી વખતે ચીફ ઓફિસરને ચપ્પુ બતાવી ધમકી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 04 Oct 2026, 12:48 AM 👁 85
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રાંતિજ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તે દરમિયાન એક વ્યક્તિએ ચીફ ઓફિસરને ચપ્પુ બતાવી ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે..

સાબરકાંઠાના-:
પ્રાંતિજ નગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પર થયેલા દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન, એક ઈસમે નગરપાલિકાના ચીફ ઓફિસરને નિશાન બનાવ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર દબાણ હટાવવાની કાર્યવાહી ચાલી રહી હતી તે સમયે એક વ્યક્તિ દ્વારા ચીફ ઓફિસર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ વ્યક્તિએ ચીફ ઓફિસર પર ચપ્પુ તાકીને તેમને ધમકી આપી હતી,જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો..

આ ઘટના અંગે પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.પઢેરિયાએ નિવેદન આપ્યું છે.પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવ બાદ નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે.
📲Get App