🔥 TRENDING Woman Dies on Kamayani Express at Damo... Amit Shah Meets Kailash Vijayvargiya A... Police Disperse Jaipur Kalam Academy S... Kakkaladoddi Village Residents Demand... બનાસ નદીના કિનારે ડીસા ખાતે રિવરાઇન લ... Bagdari
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં કર્યા મોટા ફેરફાર, મતદારોને મળશે રાહત

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 04 Oct 2026, 03:20 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન ઉઠેલા વિવાદો અને મતદારોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને પ્રક્રિયાને વધુ સુગમ અને પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે થયેલા વિરોધ અને મતદારોની મુશ્કેલીઓને પગલે ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા રાહતરૂપ નિર્ણયો લેવાયા છે. આ નિર્ણયોનો મુખ્ય ઉદ્દેશ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો અને મતદારોનો અસંતોષ દૂર કરવાનો છે.

ચૂંટણી પંચે વિવાદિત બનેલા ફોર્મ-6 અને એનેક્સચર-ડીની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. હવે SIR નોટિસ મેળવનાર મતદારો માટે બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ઘરબેઠા વેરિફિકેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આનાથી મતદારોને જરૂરી દસ્તાવેજો એકત્ર કરવામાં પડતી મુશ્કેલીઓ ઓછી થશે. આ ઉપરાંત, ખાસ સંજોગોમાં ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરની મંજૂરીથી ઓનલાઇન સુનાવણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

જે રાજ્યોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, ત્યાં મતદાર યાદીમાંથી નામ રહી ગયેલા પાત્ર મતદારો તથા પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો માટે વિશેષ ઝુંબેશ ચલાવવાનો પણ ચૂંટણી પંચે નિર્દેશ આપ્યો છે. આ પગલાં દ્વારા વધુમાં વધુ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં સમાવી લેવાનો પ્રયાસ કરાશે.
📲Get App