🔥 TRENDING અમદાવાદના નારોલમાં રાજસ્થાનથી લવાયેલો... रामगढ़ पुलिस ने मिलकपुर जंगल में अवैध... મહુધા પોલીસ સ્ટેશનના ASI સામે ₹2.50 લા... मुबारिकपुर में अवैध हथकढ़ शराब के लिए... ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે બનાસકાંઠા... Arunachal's Mountain Fragility Mirrors...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝઘડિયાના મુલદ ગામે શરદઋતુ નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 04 Oct 2026, 05:52 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્વાનંદ સંસ્થાન અને ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

ઝઘડિયાના મુલદ ગામે શરદઋતુ નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

સ્વાનંદ સંસ્થાન અને ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન


માનવસેવા એ જ પ્રભુસેવાના ઉમદા ઉદ્દેશ સાથે સ્વાનંદ સંસ્થાન અને ભરૂચ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ઝઘડિયા તાલુકાના મુલદ ગામે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ‘શરદઋતુમાં મહાદાન એટલે રક્તદાન’ એવા પ્રેરણાદાયી સૂત્ર સાથે યોજાયેલ આ શિબિરમાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારના નાગરિકોને ઉત્સાહભેર જોડાઈને રક્તદાન કર્યું હતુ.
આયુર્વેદમાં રક્તદાનનું સ્વાસ્થ્યવર્ધક મહત્વ
આયોજકો દ્વારા જણાવ્યા અનુસાર, ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં સ્વસ્થ અને નિરોગી રહેવા માટે શરદઋતુ દરમિયાન ‘રક્તમોક્ષણ’ (શરીરમાંથી રક્ત શુદ્ધિકરણ/બહાર કાઢવું) કરાવવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. રક્તદાન કરવાથી માત્ર જરૂરિયાતમંદ દર્દીઓનો જીવ જ નથી બચતો, પરંતુ દાતાના શરીરમાં પણ નવું અને સ્વચ્છ રક્ત નિર્માણ થવાની પ્રક્રિયા ઝડપી બને છે. ખાસ કરીને શરદઋતુમાં રક્તદાન કરવું એ દાતાના પોતાના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયી અને આરોગ્યપ્રદ સાબિત થાય છે. આ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક મહત્વને ધ્યાને રાખીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલની તબીબી ટીમની ઉપસ્થિતિમાં આ રક્તદાન શિબિર પૂર્ણ સાવચેતી અને સ્વચ્છ વાતાવરણમાં યોજાઇ હતી. કાર્યક્રમ દરમિયાન ૪૩ થી વધુ બ્લડ યુનિટ એકત્ર થયા હતા, સંસ્થાના પદાધિકારીઓ તથા હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઝઘડિયા પંથકના યુવાનો, સામાજિક અગ્રણીઓ અને સેવાભાવી નાગરિકોને સમયસર ઉપસ્થિત રહીને રક્તદાન રૂપી આ પુણ્યકાર્યમાં સહભાગી થયા હતા. રીપોટર:મલેક સિરાજુદ્દીન જગડીયા
📲Get App