🔥 TRENDING ತುರುವೇಕೆರೆ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ‘ತೆರೆದ ಮನೆ... Karnataka Voters Vanish from Supplemen... Sachin Pilot alleges CEC Gyanesh Kumar... Annu Awasthi Launches Sisamau Campaign... ૫-સ્ટાર હોટેલની સામે પોલીસ દ્વારા મહિલ... Rajasthan NEET 2026 Round‑3 Merit List...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠાના પ્રાંતિજમાં શ્રી જોગણી માતાજીના મંદિરે દર રવિવારે ભવ્ય મેળાનું આયોજન, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 04 Oct 2026, 07:26 PM 👁 15
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક નેશનલ હાઇવે પર આવેલા શ્રી જોગણી માતાજીના મંદિરે દર રવિવારે ભવ્ય મેળો ભરાય છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે..

સાબરકાંઠાના-:
પ્રાંતિજ તાલુકામાં દલપુર નજીક નેશનલ હાઇવે પર બિરાજમાન શ્રી જોગણી માતાજીના મંદિરે દર રવિવારે એક ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં દલપુર સહિત આસપાસના ગામડાઓમાંથી તેમજ હાઇવે પરથી પસાર થતા મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે.દર રવિવારે યોજાતા આ મેળા દરમિયાન મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠે છે.શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શીશ નમાવી સુખ,શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.પોતાની મનોકામના પૂર્ણ થતાં ભક્તો શ્રીફળ અને ધજા ચઢાવીને ધન્યતા અનુભવે છે..

મેળાને કારણે મંદિર પરિસરમાં પૂજાપો,પ્રસાદ,રમકડાં અને ખાણી-પીણીની દુકાનો પણ સજાવવામાં આવે છે,જેનાથી અહીં લોકમેળા જેવો માહોલ સર્જાય છે.નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને યાત્રિકો પણ માતાજીના દર્શન કરીને પોતાની યાત્રા મંગલમય બને તેવી પ્રાર્થના કરવા માટે રોકાય છે.ભક્તોની સતત વધતી ભીડને ધ્યાનમાં રાખીને દર્શનની વ્યવસ્થા સરળતાથી જળવાઈ રહે તે માટે સ્થાનિક લોકો પણ સહયોગ આપે છે,જેથી તમામ શ્રદ્ધાળુઓને સુવિધા મળી રહે.
📲Get App