अपराध
ઉટવાળા ગામે માલણ નદીમાંથી ગેરકાયદે રેતી ઉપાડવાનો અને ચેકડેમ તોડવાનો ગંભીર આક્ષેપ
ઉના તાલુકાના ઉટવાળા ગામે માલણ નદીના પટમાંથી છેલ્લા દોઢ વર્ષથી ગેરકાયદે રેતી ઉપાડવામાં આવતી હોવાનો અને નદી પરના બે ચેકડેમ તોડી નાખવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ અંગે મામલતદારને લેખિત અરજી કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
ઉના તાલુકાના ઉટવાળા ગામે માલણ નદીના પટમાંથી કથિત ગેરકાયદે રેતી ઉપાડવાના આક્ષેપથી સ્થાનિક સ્તરે ચકચાર મચી જવા પામી છે. ગામના ભુપતભાઈ ઉકાભાઈ ગોહિલે મામલતદાર કચેરીમાં લેખિત અરજી કરીને છેલ્લા દોઢ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
અરજીમાં જણાવ્યા મુજબ, કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેક્ટર અને જેસીબી જેવા વાહનોનો ઉપયોગ કરીને માલણ નદીના પટમાંથી મોટા પ્રમાણમાં રેતી ઉપાડીને નજીકની રે.સ.નં. ૯ની જમીનમાં ઠાલવવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિને કારણે નદીના કુદરતી પ્રવાહને નુકસાન પહોંચી રહ્યું છે.
આક્ષેપો વધુ ગંભીર બન્યા છે કારણ કે, અરજદાર દ્વારા માલણ નદી પર નિર્માણ પામેલા બે ચેકડેમને પણ તોડી નાખવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. આ કૃત્યને કારણે ચોમાસા દરમિયાન પાણીના સંગ્રહ પર ગંભીર અસર થવાની અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે, તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
અરજદાર ભુપતભાઈ ગોહિલે જણાવ્યું છે કે, તેમણે આ અંગે અગાઉ મામલતદાર કચેરી, જિલ્લા કલેક્ટર કચેરી અને ખાણ-ખનિજ વિભાગમાં પણ રજૂઆતો કરી હતી. તેમજ પોલીસ હેલ્પલાઇન નંબર ૧૧૨ પર પણ જાણ કરી હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે તાત્કાલિક સ્થળ તપાસ કરીને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.