🔥 TRENDING दादरी में मकान गिरने से तीन लोगों की म... सूखनी नदी में पाँच लोगों की मौत, स्थान... Jharkhand farmer Nishant Kerketta goes... 30 Students Hospitalised with Vomiting... Congress senior leadership to interven... Kerala's Bhagyathara BT-74 Lottery Dra...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટડીમાં વરલી-મટકાનો જાહેરમા જુગાર રમાડતો શખ્સ પાટડી પોલીસની રેડમાં ઝડપાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 04 Oct 2026, 10:30 AM 👁 32
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટડી પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે શક્તિમાના મંદિર પાસે આવેલા ટીંબાવાસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન જાહેરમાં ગેરકાયદેસર રીતે વરલી-મટકાના આંક-ફરકનો જુગાર રમાડતા ચુડાભાઈ ધનાભાઈ મુજપુરા ઉંમર 50 વર્ષ ને પોલીસે ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી વરલી-આંકડા લખેલું કાગળ, બોલપેન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાટડી પોલીસની કાર્યવાહીથી ગેરકાયદેસર જુગાર રમાડતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.રિપોર્ટર આસીકઅલી ગીલાણી વિરમગામ
📲Get App