Local
અમરેલી: સિંહણના હુમલામાં ઘાયલ થયેલા લોકોની રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ કરી મુલાકાત
વડિયા તાલુકામાં સિંહણના હુમલામાં એક વનકર્મી સહિત પાંચ લોકો ઘાયલ થતાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ અમરેલી સિવિલ હોસ્પિટલ પહોંચી ઘાયલોની ખબરઅંતર પૂછી હતી.
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ અને તોરી વિસ્તારમાં સિંહણના હુમલાની ઘટનાઓ સામે આવી છે. આ હુમલાઓમાં એક વનકર્મી સહિત કુલ પાંચ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ ઘાયલોના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી અને તેમના પરિવારજનોને દિલાસો આપ્યો હતો.
વનકર્મી અનિરુદ્ધ વાળાએ મંત્રીને જણાવ્યું કે, જ્યારે તેઓ સિંહણનો પીછો કરી રહ્યા હતા, ત્યારે સિંહણે તેમના હાથ પર મોઢું મારી દીધું હતું અને ત્યાં જ બેસી ગઈ હતી. ત્યારબાદ સ્ટાફે લાકડી મારતાં તે ઉભી થઈને ચાલી ગઈ હતી.
મંત્રી વેકરીયાએ હોસ્પિટલના તબીબી સ્ટાફને ઘાયલોને ઉત્તમ સારવાર પૂરી પાડવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત, તેમણે વન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવે અને માનવ-વન્યજીવ સંઘર્ષને રોકવા માટે અસરકારક પગલાં લેવામાં આવે.