🔥 TRENDING बांसडीह में रामगोविन्द चौधरी को श्रद्ध... भिवंडी में अनियंत्रित कार ने रिक्शा को... ग्राम द्वारी में ध्यानी मिलन कार्यक्रम... ਗੁਰਪ੍ਰੀਤ ਕਾਂਗੜ ਵੱਲੋਂ ਭਗਤਾ ਭਾਈਕਾ ਦੀ ਅਗਰ... ਪੰਜਾਬ 'ਚ ਗੈਂਗਵਾਰ: ਰੋਜ਼ਾਨਾ ਵਾਰਦਾਤਾਂ ਕਾਰ... Al Jazeera probes Chief Justice of Ind...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાંગધ્રા નજીક હાઇવે પર ક્રેટા ગાડીમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 04 Oct 2026, 12:55 AM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના ચુલીગામ નજીક હાઇવે પરથી પોલીસે એક ક્રેટા ગાડીમાંથી ૨.૭૪ લાખ રૂપિયાથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસને જોઈને ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થવામાં સફળ રહ્યો હતો.

બ્રેકિંગ ન્યુઝ
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ચુલીગામ નજીક હાઇવે પરથી તાલુકા પોલીસની સર્વેલન્સટીમે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક ક્રેટા ગાડીમાંથી ૨,૭૪,૫૬૦ રૂપિયાની કિંમતની ૨૧૧૬ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ધાંગધ્રા તાલુકા પોલીસ નો ડીસ્ટાફ પેટ્રોલિંગમાહોયતે દરમિયાન, ચુલીગામ નજીકથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ક્રેટા ગાડીને રોકી તલાસી લેતાં તેમાથી વિદેશી દારૂ મળી આવ્યો હતો

પોલીસે ગાડીની તલાશી લેતા ક્રેટા ગાડી જેનો રજીસ્ટર નંબર GJ08 DM 4156 નંબરની ક્રેટા ગાડી માંથી વિદેશી દારૂની કુલ ૨૧૧૬ બોટલો મળી આવી હતી, જેની કિંમત ૨,૭૪,૫૬૦ રૂપિયા આંકવામાં આવી છે. સાથે ક્રેટા ગાડી જેની કિંમત 6.00.000 લાખ મળી કુલ 8 74 560નો મુદ્દામાલ મળી તાલુકા પોલીસેકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર થયેલા આરોપી વિરુદ્ધ પ્રોહીબીસન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App