शिक्षा
હિંમતનગર: સેવા સંકલ્પ અભિયાન હેઠળ રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધા યોજાઈ,૧૧૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો..
હિંમતનગર ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને ઉજાગર કરવા માટે રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ૧૧૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
સાબરકાંઠાના-:
હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે 'સેવા સંકલ્પ અભિયાન'ના ભાગરૂપે 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને રાષ્ટ્રીય વિકાસ પ્રત્યેની જાગૃતિ કેળવવાના ઉમદા હેતુ સાથે રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી.આ સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાની કુલ ૩૧૭ શાળાઓના ૧૧,૧૮૭ વિદ્યાર્થીઓએ શાળા કક્ષાએ ભાગ લીધો હતો, જેમાંથી પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના કુલ ૧૧૯ તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ રંગો, વિવિધ આકારો અને કલાત્મક સામગ્રીનો ઉપયોગ કરીને પોતાની સર્જનાત્મકતાનું અદભૂત પ્રદર્શન કર્યું હતું..
સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રંગોળી દ્વારા 'વિકસિત ભારત @ 2047', રાષ્ટ્રપ્રેમ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ તથા સામાજિક જાગૃતિ જેવા મહત્વપૂર્ણ સંદેશાઓને કલાત્મક રીતે રજૂ કર્યા હતા. આ ઉપરાંત, કોલાજ વર્કમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરીને પોતાની કલ્પનાશક્તિ, નવીન વિચારસરણી અને કલાત્મક પ્રતિભાનો પરિચય આપતી સર્જનાત્મક કૃતિઓ તૈયાર કરી હતી.આ પહેલ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રત્યે રસ વધારવાની સાથે તેમની પ્રતિભાને યોગ્ય મંચ અને પ્રોત્સાહન પૂરું પાડશે. 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ યોજાયેલી આ સ્પર્ધાએ વિદ્યાર્થીઓને પોતાની કલાત્મક પ્રતિભા પ્રદર્શિત કરવાની એક મહત્વપૂર્ણ તક પૂરી પાડી હતી.મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સહભાગિતાએ સમગ્ર આયોજનમાં ઉત્સાહ અને સર્જનાત્મકતાનું વાતાવરણ સર્જ્યું હતું, જે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપશે.