🔥 TRENDING ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે આંગણવાડી કેન્દ... ग्राम पंचायत चुरहा नवदिया में गंदगी का... पंचायती राज चुनावों की घोषणा जल्द, अधि... ఒత్తిడిని జయించండి.. భావాలను పంచుకోండి... રાજુલામાં CSPC દ્વારા જળ સાક્ષરતા કાર્... ਜ਼ਿਲ੍ਹਾ ਐਥਲੈਟਿਕਸ ਮੀਟ ਦੇ ਦੂਜੇ ਦਿਨ ਅਥਲੀਟ...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા એસ.ઓ.જી. દ્વારા પોશીના તાલુકામાં ગાંજાના વાવેતરનો મોટો જથ્થો ઝડપાયો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 03 Oct 2026, 05:34 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા એસ.ઓ.જી. ટીમે પોશીના તાલુકાના આંજણી ગામે કપાસના વાવેતરની આડમાં મોટા પ્રમાણમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં ૪૦૧.૭૩૦ કિલોગ્રામ ગાંજો, જેની કિંમત અંદાજે ૨ કરોડ રૂપિયાથી વધુ છે, તે મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સાબરકાંઠા એસ.ઓ.જી. દ્વારા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એટીએસ ચાર્ટર લગત અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સૂચનાઓના પાલનમાં, પોશીના તાલુકાના સરહદી ગામોમાં પેટ્રોલિંગ દરમિયાન, એસ.ઓ.જી. સ્ટાફને એક મહત્વપૂર્ણ બાતમી મળી હતી.

બાતમી હકીકત મુજબ, આંજણી ગામના જલેરા ફળીયામાં રહેતા શ્રવણભાઇ હાંસાભાઇ ગમાર પોતાના ખેતરમાં કપાસના વાવેતરની આડમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરી રહ્યા હતા. બાતમીની ખરાઈ કર્યા બાદ, પોલીસ ટીમે સદર જગ્યાએ તપાસ કરતાં કપાસના પાકની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું હતું. આ કુલ ૬૬૬ છોડનું વજન ૪૦૧.૭૩૦ કિલોગ્રામ હતું, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૨,૦૦,૮૬,૫૦૦/- થાય છે.

પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ આરોપી શ્રવણભાઇ હાંસાભાઇ ગમારની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ મુજબની કડક કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ અને કાર્યવાહી માટે આરોપીને પોશીના પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા એક મોટર સાયકલ પણ કબજે કરવામાં આવી છે.

આ રેકેટમાં મણાભાઇ ભોમાભાઇ ગમાર રહે. આંજણી જલેરા ફળીયુ, તા. પોશીના, જી. સાબરકાંઠા, જેઓ હાલ ફરાર છે, તેમને પણ પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી પો.ઇન્સ. એ.એમ.વાળા, પો.સ.ઈ. શ્રી.કે.યુ.ચૌધરી, પો.સ.ઈ. શ્રી.પી.એમ.ઝાલા અને એસ.ઓ.જી. સ્ટાફની ટીમે સફળતાપૂર્વક પાર પાડી છે.
📲Get App