🔥 ट्रेंडिंग विधायक की पहल पर दारू चौक में लगा नया... राजस्थान में पंचायती राज चुनाव की घोषण... વંથલી તાલુકામાં પ્રજાલક્ષી પ્રશ્નોના ન... आज हरियाणा में प्रशासनिक तबादलों में स... टिप्रा मोथा ने लक्षित किया 470-500 ग्र... त्रिपुरा के मुख्यमंत्री ने शिक्षा अवसं...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠા એસ.ઓ.જી. દ્વારા પોશીનામાં કપાસની આડમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપ્યું, ૪૦૧ કિલોથી વધુ ગાંજા સાથે એક ઝડપાયો

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 03 अक्टू. 2026, 05:32 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસે પોશીના તાલુકાના આંજણી ગામે કપાસના વાવેતરની આડમાં મોટા પાયે થઈ રહેલા ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ૪૦૧.૭૩૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો, જેની કિંમત અંદાજે ૨ કરોડ રૂપિયાથી વધુ છે, તે જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે.

સાબરકાંઠા એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) દ્વારા પોશીના તાલુકાના સરહદી વિસ્તારોમાં એ.ટી.એસ. ચાર્ટર હેઠળ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, બાતમી હકીકતના આધારે, આંજણી ગામના જલેરા ફળીયામાં રહેતા શ્રવણભાઇ હાંસાભાઇ ગમાર નામના ઈસમ દ્વારા પોતાના ખેતરમાં કપાસના વાવેતરની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની જાણ થઈ હતી.

પોલીસે બાતમીની ખરાઈ કર્યા બાદ સદર જગ્યાએ તપાસ કરતાં, આરોપી શ્રવણભાઇ હાંસાભાઇ ગમારના કબજા ભોગવટાના ખેતરમાંથી કપાસના છોડ વચ્ચે ઉગાડવામાં આવેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. કુલ ૬૬૬ ગાંજાના છોડનું વજન ૪૦૧.૭૩૦ કિલોગ્રામ જેટલું થયું હતું, જેની બજાર કિંમત આશરે રૂપિયા ૨,૦૦,૮૬,૫૦૦/- (બે કરોડ, છ્યાસી હજાર પાંચસો રૂપિયા) આંકવામાં આવી છે. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરી આરોપી શ્રવણભાઇ હાંસાભાઇ ગમારની ધરપકડ કરી છે.

આ માદક પદાર્થ ગાંજાના ગેરકાયદેસર વાવેતર અને વેચાણના ગુનામાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપી શ્રવણભાઇ ગમારને વધુ તપાસ અને કાર્યવાહી માટે પોશીના પોલીસ સ્ટેશન ખાતે સુપરત કર્યો છે. આ કેસમાં મણાભાઇ ભોમાભાઇ ગમાર નામનો અન્ય એક આરોપી હાલ ફરાર છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ, પો.ઇન્સ. એ.એમ.વાળાના નેતૃત્વમાં પો.સ.ઈ. શ્રી.કે.યુ.ચૌધરી અને પો.સ.ઈ. શ્રી.પી.એમ.ઝાલાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ કામગીરીમાં ASI ધર્મેન્દ્રસિંહ, ASI મનુભાઇ, HC પ્રકાશકુમાર, HC ગોપાલકુમાર સહિતના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા હતા.
📲Get App