🔥 ट्रेंडिंग टाटीझरिया के खिलाड़ियों ने जिला स्तरीय... મહીસાગરમાં 29.74 લાખની સ્ટેમ્પ ડ્યુટી... लखनपुर ग्राम पंचायत में पुलिया निर्माण... गॉयल ने अमेरिकी व्यापार नेताओं को भारत... फ्रांस में स्कूल विरोध के बाद हिंसा और... ગોંડલ-ગુંદાળા રોડ પર ઓટો રિક્ષાને અકસ્...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસ જાપાનની જેમ 'વોક ટુ વર્ક' ગ્લોબલ સિટી વિકસાવાશે

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 अक्टू. 2026, 07:40 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરના અંત્રોલી-નિયોલ સ્ટેશનને કેન્દ્રમાં રાખીને, જાપાનના બુલેટ ટ્રેન સ્ટેશનની જેમ 'વોક ટુ વર્ક' મોડલ પર આધારિત ગ્લોબલ સિટી વિકસાવવાની યોજના છે.

સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA) દ્વારા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરના અંત્રોલી-નિયોલ બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસ માત્ર સ્ટેશન ડેવલપમેન્ટ જ નહીં, પરંતુ જાપાનના બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસ વિકસેલા 'વોક ટુ વર્ક' મોડલની તર્જ પર એક ગ્લોબલ સિટી વિકસાવવાનું મહત્વાકાંક્ષી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ યોજનાના ભાગરૂપે, SUDA એ ક્રેડાઈ અને સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશનના 20 જેટલા ખાનગી બિલ્ડરો સાથે એમઓયુ (MOU) કર્યા છે, જેથી આ મેગા અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે. આયોજન મુજબ, અંત્રોલી-નિયોલની ટીપી 61, 62 અને 63ના H-Node વિસ્તારમાં બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસ 40થી 50 માળ સુધીની ઊંચી ઈમારતો, ગ્લોબલ કોન્ફરન્સ સેન્ટર્સ, હોટેલ્સ અને કોમર્શિયલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. આ માટે 5.4ની FSI સાથે આઇકોનિક ડેવલપમેન્ટનું મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

આગામી સમયમાં, આ વિસ્તાર માત્ર બુલેટ ટ્રેન સ્ટેશન પૂરતો સીમિત નહીં રહે, પરંતુ બિઝનેસ, કોન્ફરન્સ, હોટેલ અને રહેઠાણ જેવી સુવિધાઓ એક જ અર્બન ઝોનમાં સંકલિત થાય તેવા નવા સિટી સેન્ટર તરીકે પણ વિકસિત થશે. આ સમગ્ર પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA), ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન (TCPO) અને જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (JICA)ના માર્ગદર્શન હેઠળ Project-SMART અંતર્ગત અમલમાં મુકાશે.
📲Get App