🔥 ट्रेंडिंग अहमदपुर खालसा में नाली निर्माण में बाध... નોઈડા સેક્ટર ૯૪: ૪૩મા માળેથી યુવકે ઝંપ... कर्न्या KR-770 लॉटरी में 1 करोड़ रुपये... SEC के नए क्रिप्टो कस्टडी नियमों ने De... 2026 में देरनेस अलाउंस 67% तक बढ़ेगा,... कपूर देव ने प्रनवी उर्स की एशियन गेम्स...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
कृषि

ઇડરમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું સાંસદ મયંકભાઈ નાયકના હસ્તે લોકાર્પણ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 03 अक्टू. 2026, 04:40 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં સાંસદ મયંકભાઈ નાયકના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યપાલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું..

સાબરકાંઠાના-:
ઇડર ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો, જેમાં સાંસદ શ્રી મયંકભાઈ નાયકના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું.આ વેચાણ કેન્દ્ર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.આ કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું.આ પ્રસારણ દ્વારા ઉપસ્થિત સૌને પ્રાકૃતિક ખેતીના મહત્વ અને તેના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા..

આ લોકાર્પણ સમારોહ ઇડર અને આસપાસના વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.આ પહેલથી સ્થાનિક ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળવાની આશા છે અને ગ્રાહકોને શુદ્ધ તથા આરોગ્યપ્રદ ઉત્પાદનો ઉપલબ્ધ થશે.
📲Get App