🔥 ट्रेंडिंग महाराष्ट्र के सतारा में गणपति विसर्जन... बजाज खाना रघु पान वाली गली में कचरे का... एक किलो हेरोइन जब्ती में तीन व्यक्तियो... एमएनएस नेता को अक़शय कुमार की बहन से ज... एनआईए ने खोजी कार्रवाई: उत्तर-पूर्व मे... टिकमगढ़ में शराब की दुकान के कर्मचारी...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

નવરાત્રિ નજીક: અમદાવાદ અને સુરતમાં ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ, નવા ટ્રેન્ડ્સ સાથે તૈયારીઓ પૂરજોશમાં

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 अक्टू. 2026, 07:00 AM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રિના ગણતરીના દિવસો બાકી હોવાથી અમદાવાદ અને સુરતમાં ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો છે. ખેલૈયાઓએ ત્રણ મહિના અગાઉથી જ નવા સ્ટેપ્સ શીખવાની શરૂઆત કરી દીધી છે.

નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ અને સુરતના ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રાઉન્ડ પર અલગ તરી આવવા માટે ખેલૈયાઓએ લગભગ ત્રણ મહિના અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જેમ-જેમ દિવસો નજીક આવી રહ્યા છે, તેમ-તેમ નવા સ્ટેપ્સ શીખવા અને પ્રેક્ટિસ કરવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે અને પરસેવો પાડી રહ્યા છે.

આ વર્ષે સુરતી ખેલૈયાઓ ટ્રેન્ડ સેટ કરવા માટે ઇન્ડિયન અને વેસ્ટર્ન કલ્ચરના ફ્યુઝનમાં 72 સ્ટેપ્સનો નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. બીજી તરફ, અમદાવાદીઓ 'મંડળી' ગરબાના રવાડે ચડ્યા છે. બિગિનર્સ પણ સ્પેશિયલ બેચ લઈને ઓછી એનર્જીમાં પોતાનો વટ કેવી રીતે પાડી શકાય તેની તૈયારીઓમાં લાગી ગયા છે.

આ વર્ષે 'મંડળી ગરબા', કપલ સ્ટેપ્સ અને પરંપરાગત દાંડિયાના નવા ટ્રેન્ડને લઈને 8 વર્ષના બાળકોથી માંડી 65 વર્ષના વડીલોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા અમદાવાદ અને સુરતના જુદા-જુદા ગરબા ક્લાસીસના જાણીતા કોરિયોગ્રાફર્સ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં આ નવા ટ્રેન્ડ્સ અને તૈયારીઓ વિશે વિસ્તૃત માહિતી મેળવવામાં આવી.
📲Get App