🔥 TRENDING ભરૂચના દહેજ GIDCમાં ફિલાટેક્સ કંપનીના... Purnia’s Banmankhi PDS License Scam Un... 13-year-old girl missing after being s... Bihar CM Samrat Chaudhary inspects Jam... गोरोइमारी के अशफाक चौधरी ने इंग्लैंड क... *पंचायती राज चुनाव कार्यक्रम की घोषणा...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

હિંમતનગર: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાની તાલુકા પંચાયત પ્રમુખના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 03 Oct 2026, 06:58 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નરેશભાઈ પરમારની શુભેચ્છા મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન વિકાસ કાર્યો અને સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી..

સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નરેશભાઈ પરમારના નિવાસસ્થાને રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી અને સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજા સાહેબે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

આ મુલાકાત દરમિયાન વિસ્તારના વિકાસલક્ષી કાર્યો, સ્થાનિક પ્રશ્નો તેમજ લોકહિતના વિવિધ વિષયો અંગે ઉપસ્થિત પદાધિકારીઓ અને સંગઠનના આગેવાનો સાથે વિસ્તૃત અને સાર્થક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ સ્થાનિક સ્તરે વિકાસને વેગ આપવા અને લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી મણીભાઈ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ભગવાનદાસ પરમાર, જિલ્લા મહામંત્રી શ્રી પ્રેમલભાઈ દેસાઈ, સાબરકાંઠા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી શ્રી કૃષ્ણવદન પરમાર, હિંમતનગર તાલુકા સંગઠન પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, હિંમતનગર શહેર સંગઠન પ્રમુખ શ્રી કુલદીપભાઈ પાઠક, મહામંત્રી શ્રી ભમરસિંહ ચૌહાણ, શ્રી ભગીરથસિંહ ઝાલા સહિત સંગઠનના હોદ્દેદારો તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને વિસ્તારના વિકાસ માટેના પ્રયાસોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.
📲Get App