🔥 ट्रेंडिंग रिलायंस ने आंध्र प्रदेश में CBG परियोज... 70 अंध्र प्रदेश सरकारी डॉक्टरों को एक... अनाथ अंबानी ने प्रस्तुत किया आंध्र प्र... गुजरात में नियमों के अधिसूचनापर यूनिफॉ... लिव‑इन रिश्तों के बच्चों को उत्तराधिका... राष्ट्रपति ने गुजरात यूसीसी बिल 2026 क...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

રાજકોટ રેન્જની મોટી કાર્યવાહી: સુરેન્દ્રનગરના કોટડા ગામેથી ૭ કિલો પોશડોડા સાથે એક ઝડપાયો

✍️ रिपोर्टर: Naqvi Mehendi Hasan 🗓 03 अक्टू. 2026, 01:01 AM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ રેન્જ પોલીસ દ્વારા NDPS વિરુદ્ધ તેજ કરાયેલી કાર્યવાહીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કોટડા ગામેથી ૭ કિલોથી વધુ પોશડોડા સાથે એક ઈસમ ઝડપાયો છે. આ મામલે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) ની સૂચના બાદ રાજકોટ રેન્જ પોલીસ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, રેન્જ PI અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, સી.એમ.કાંટેલીયા, એ.વાય.ઉધાસ અને તેમના સ્ટાફ દ્વારા બાતમીના આધારે ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા સાયલા તાલુકાના કોટડા ગામે આંગણવાડી પાસે આવેલા અમરાભાઈ હરસુરભાઈ વાળા નામના ઈસમ ના રહેણાંક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન પોલીસને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો ૭ કિલો ૧૬૦ ગ્રામ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૦૭,૪૦૦/- આંકવામાં આવી છે.

પોલીસે તાત્કાલિક ધોરણે અમરાભાઈ વાળા (રહે. કોટડા) ની અટકાયત કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું છે કે આ પોશડોડાનો જથ્થો બિપીન ગોર (રહે. સુદામડા) દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. આથી, પોલીસે અમરાભાઈ વાળા અને બિપીન ગોર એમ બંને વિરુદ્ધ ધજાળા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App