🔥 TRENDING सुमेरपुर और नैतरा में बाइक चोरी, पुलिस... ગરબાડા તાલુકાના ગાંગરડા ગામ ની ૧૭ વર્ષ... સ્વચ્છતા હિં સેવા સંકલ્પ અભિયાન 2026 સ... अजय अनमोल ने किसानों, गरीबों के मुद्दो... વિકસિત ભારત જન કલ્યાણ અભિયાન અંતર્ગત આ... गया जी पितृपक्ष मेला: AI कैमरों ने पश्...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહેસાણા નજીક હાઈવે પર વૃક્ષ પડતાં ટ્રાફિક જામ, પોલીસે તાત્કાલિક દૂર કર્યું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 03 Oct 2026, 12:14 PM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લામાં અમદાવાદ હાઈવે પર નિરમા ફેક્ટરી પાસે મોટું વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. હાઈવે ટ્રાફિક શાખાએ તાત્કાલિક કાર્યવાહી કરી વૃક્ષ હટાવી ટ્રાફિક પુનઃસ્થાપિત કર્યો..

મહેસાણામાં-:
અમદાવાદ-મહેસાણા હાઈવે પર નિરમા ફેક્ટરી નજીક એક મોટું વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી.આ વૃક્ષ પડવાને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.ઘટનાની જાણ થતાં જ મહેસાણા હાઈવે ટ્રાફિક શાખા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પેટ્રોલિંગ વાન દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવી, તાત્કાલિક ધોરણે ટ્રાફિકને ડાયવર્ટ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.આ દરમિયાન વૃક્ષને હટાવવા માટે જરૂરી સાધનો સાથેની ટીમ પણ બોલાવવામાં આવી હતી..

રાત્રિના લગભગ ૩ વાગ્યાની આસપાસ હાઈવે ટ્રાફિક શાખાના કર્મચારીઓએ ભારે જહેમત બાદ વૃક્ષને સફળતાપૂર્વક હટાવી દીધું હતું.વૃક્ષ હટાવવાની સાથે જ હાઈવે પર થયેલો ટ્રાફિક જામ પણ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યો હતો.જેનાથી વાહનચાલકોને મોટી રાહત મળી હતી.
📲Get App