🔥 ट्रेंडिंग ભુજમાં સમાજ કલ્યાણ નિરીક્ષકો લાંચ લેતા... नवापूर तालुक्यातील नागझरी गावात पावसाअ... सुमेरपुर: बाबागाँव में श्री महालक्ष्मी... अमित शाह ने ‘भारतीय न्याय संहिता’ आधार... कोर्ट ने 2008 के पिताकांड में बेटे को... फ्लाइड्यूबी कैप्टेन ने पीएम मोदी को मि...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકો સાથે સમય વિતાવ્યો

✍️ रिपोर्टर: Shahid Rathod 🗓 03 अक्टू. 2026, 06:12 PM 👁 17
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સેવા સંકલ્પ અભિયાન–2026 અંતર્ગત જુના બજાર, કરજણ આંગણવાડી કેન્દ્ર ખાતે "આંગણ મિલન સેવા" કાર્યક્રમ યોજાયો, જેમાં ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલે ઉપસ્થિતિ આપી.

સેવા સંકલ્પ અભિયાન–2026ના ભાગરૂપે જુના બજાર સ્થિત કરજણ આંગણવાડી કેન્દ્ર ખાતે "આંગણ મિલન સેવા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નાના ભૂલકાઓ સાથે આનંદમય સમય વિતાવ્યો હતો.

ધારાસભ્ય શ્રી અક્ષય ભાઇ પટેલ આંગણવાડીના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આંગણવાડી બહેનોના કાર્યને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા, જેથી તેઓ બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે વધુ પ્રેરિત થાય.

આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે, "બાળકોના સ્વસ્થ બાળપણથી જ સશક્ત સમાજ અને સુદ્રઢ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. તેમના હાસ્ય, સ્વાસ્થ્ય અને ઉજ્જવળ આવતીકાલ માટે સેવા અને સંવેદનાનો આ સંકલ્પ સતત આગળ વધારવાનો છે." તેમના આ શબ્દોએ સૌને પ્રેરણા આપી હતી.
📲Get App