🔥 TRENDING નોઈડા સેક્ટર ૯૪: ૪૩મા માળેથી યુવકે ઝંપ... Kerala Lottery KR-770 Draws Rs 1 Crore... SEC's New Crypto Custody Rules Cast Un... Dearness Allowance to Rise 67% in 2026... Kapil Dev congratulates Pranavi Urs on... Six dead as Naspur road crash in Manch...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરેન્દ્રનગર પેરોલ ફલોસ્કોડ નીટીમેપોસકોએક્ટ નાગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 03 Oct 2026, 05:20 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર પેરોલ ફ્લો સ્કોડની ટીમે પોસકોએક્ટ ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલા આરોપીને ધાંગધ્રા તાલુકાના ના ચુલી ખાતેથી ઝડપી પાડ્યો છે

બ્રેકિંગ ન્યુઝ
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર પેરોલ ફ્લો સ્કોડની ટીમે પોસકોએક્ટ નાગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર ચાલી રહેલા આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ આરોપી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો અને છેલ્લા દોઢ વર્ષથી પોલીસની પકડથી દૂર હતો. તેની શોધખોળ માટે પેરોલ ફ્લો સ્કોડની ટીમ સક્રિય હતી ત્યારે આરોપી કુલદીપ ઉર્ફે ભૂરો હકાભાઇ ધોળકિયા ને ચુલી ખાતેથી ઝડપી પાડ્યો હતો

સુરેન્દ્રનગર પેરોલ ફલોસ્કોડ ની ટીમ ને મળેલીબાતમીના આધારે, પેરોલ ફ્લો સ્કોડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ધાંગધ્રા તાલુકાના ચુલીખાતેથીદબોચી લીધો. આ કાર્યવાહીથી પોલીસ તંત્રમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App